________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૨
૪પ૭ અમરવેલ જેવું રૂપ ધારણ કરવા માંડ્યું છે. આ સ્થિતિમાંથી સમાજને બચાવી શી રીતે શકાય?
એક રળે અને અનેક ખાય એ સ્થિતિ જ હવે તો બિનકુદરતી લાગે છે. ભૂતકાળમાં જે કંઈ નમ્યું એના ભરોસે એવી આંધળી માન્યતાને મનમાં સંઘરી રાખવી કે એ તો એમ જ ચાલ્યા કરે, તો એમાં આપણે ભીંત ભૂલીશું. ભૂતકાળમાં જેને આપણે નમ્યું ગણીએ છીએ એ પણ કેવું મળ્યું હતું અને એનો આખરી અંજામ શું આવ્યો એ પણ જરા વિચારવા જેવી બાબત છે.
ત્ર કૃત્વા કૃત વિવેત (દેવું કરીને ઘી પીવું)ની જેમ છેલ્લામાં છેલ્લો પૈસો ખર્ચવા ઉપરાંત દેવું કરીને પણ બધા રીતરિવાજોનું પાલન કરવું એ છે અત્યારના ઊજળા ગણાતા અને બહારથી ફુલફટાક થઈને ફરતા મધ્યમવર્ગની સ્થિતિ. બીજી બાજુ જેને આપણે હલકા વર્ણના ગણીએ છીએ એવા મજૂરો, ખેડૂતો, કારીગરોમાં સૌ રળે (અથવા મોટા ભાગના રળે) અને સૌ ખાય એવી સ્થિતિ સરજાતી જાય છે. એમને ય લગ્ન વગેરેના ખર્ચા તો વળગેલા જ છે, પણ હવે એમની આર્થિક સ્થિતિ એવી સુધરતી જાય છે, કે એવા ખર્ચા એમને બોજારૂપ લાગતા નથી – અરે, હોંશેહોંશે બે પૈસા વાપરી પણ શકે.
આ ઊજળા અને બિનઉજળા લેખાતા વર્ગોની આર્થિક સ્થિતિનું પૃથક્કરણ કરીને એનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવું હોય તો ટૂંકમાં એટલું જ કહી શકાય કે વાણિયો સોનુંચાંદી વેચવા માંડ્યો છે, મજૂર સોનું-ચાંદી ખરીદવા માંડ્યો છે ! અને છતાં ય ઉજળિયાત વર્ગને પોતાના ખર્ચાળ રીત-રિવાજોનું વળગણ એવું સજ્જડ લાગેલું છે કે એમાંથી એણે કેમ કરી મુક્તિ મેળવવી એ એને સૂઝતું નથી; અરે, કેટલાકને તો આમાંથી છૂટવાની જરૂર છે એ વાત પણ હજુ સમજાતી નથી!
આજે કદાચ આ બે વર્ગો વચ્ચેનો ભેદ કોઈને સ્પષ્ટ ન સમજાય અને પોતાનો સમાજ કેવા વિચિત્ર અને વિષમ સંજોગોમાં મુકાઈ ગયો છે એનું સાચું ચિત્ર એના મનમાં ન ઊઠે એ બનવાજોગ છે, કારણ કે ભૂતકાળની ખુમારીનો કેફ ઊતરવો સહેલો નથી. પણ અણગમતું દશ્ય કંઈ આંખો બંધ કરી દેવામાત્રથી અળગું થઈ જતું નથી. એ માટે તો સાચી દિશાનો પુરુષાર્થ જ કરવો ઘટે.
અત્યારે વધતી જતી આર્થિક મુશ્કેલી સામાન્ય જનસમૂહને ન સમજાય એ બનવાજોગ છે. પણ સમાજના આગેવાનો કે જે ટૂંકા વર્તમાનકાળને નહીં પણ અતિવિસ્તૃત એવા ભૂતકાળનો વિચાર કરી શકે એમ છે, એમણે દીર્ધદષ્ટિ વાપરીને વિચારવાની જરૂર છે કે આવી અવળી મજલ જ જો હજુ પણ ચાલુ જ રહી, તો આપણો સમાજ ક્યાં જઈને ઊભો રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org