________________
૪૩૦
જિનમાર્ગનું જતન
દુવિધા પેદા થઈ છે. ઘણાને એવો સવાલ થાય છે કે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાન્તને વરેલા રાજ્યની કોઈ પણ સરકાર, આવી રીતે લાખો રૂપિયા ખરચીને અને પોતે આગેવાન બનીને આવા ધાર્મિક ઉત્સવો ઉજવી શકે ખરી ? આ સવાલનો અહીં કેટલોક વિચાર કરીશું.
આ સવાલનો અમારો જવાબ તો એ જ છે, કે બિનસાંપ્રદાયિક રાજ્યના સિદ્ધાન્તને વરેલી કોઈ પણ સરકાર આવા ધાર્મિક ઉત્સવોની આગેવાની ન લઈ શકે, તેમ જ પ્રજાકીય ખજાનાનાં દ્વાર આ રીતે એ માટે ઉઘાડાં ન મૂકી શકે.
પણ અમારા આટલા ટૂંકા જવાબથી આ સવાલ અંગે પૂરું સમાધાન થવું શકય નથી. વળી જે વાત આપણા જેવાઓને આટલી સહેલાઈથી, આટલી ચોક્કસ રીતે સમજાતી હોય, તે આપણા સર્વજનકલ્યાણવાંછુ રાષ્ટ્રધુરંધરોને નહીં સમજાતી હોય એમ માનવું પણ બરાબર નથી. એટલે આ સવાલનો આપણી સરકારની દૃષ્ટિએ કંઈક વિશ્લેષણાત્મક રીતે વિચાર કરવાની જરૂર છે.
પહેલાં સરકારનું દૃષ્ટિબિંદુ શું હોઈ શકે એ જોઈએ:
એક વાત તો ખરી કે નવ વર્ષ પહેલાં આપણો દેશ સ્વતંત્ર થયો તે વખતે, આપણા ત્રિરંગી રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્રને સ્થાન આપવામાં આવ્યું અને રાજમુદ્રા તરીકે અશોકસ્તંભનો સ્વીકાર કરવામાં આવ્યો તે પરથી દેખાતું હતું કે આપણા રાષ્ટ્રનિર્માતાઓના મનમાં બૌદ્ધ સંસ્કૃતિ પ્રત્યે ભારે આદર છે. બૌદ્ધ સંસ્કૃતિની સર્વજનહિતકારિણી ભાવના અને પ્રવૃત્તિએ આપણા દેશના જ નહીં, પણ પરદેશોના અનેક વિચારકો, ચિંતકો અને લોકકલ્યાણવાંછુઓનાં મન ઉપર પોતાની સારપની ઘેરી છાપ પાડેલી છે. વળી, ઊંચ-નીચપણાની ભાવનાનું બેહદ પોષણ કરીને માનવ-માનવ વચ્ચે ભેદભાવની દીવાલ ખડી કરવાને બદલે, માનવમાત્રની સમાનતાના સિદ્ધાન્તને આજે પણ આ સંસ્કૃતિ અમલમાં મૂકી રહી છે, તો બીજી બાજુ આપણા દેશની નવી રાજ્યવ્યવસ્થાનો પાયો પણ ધર્મ, વર્ણ કે જાતિના નામે આપણા દેશમાં લાંબા સમયથી પોષાતી આવતી ઊંચ-નીચપણાની અને માનવ-માનવ વચ્ચેની મૂળભૂત અસમાનતાની વિનાશક ભાવનાને દૂર કરીને, માનવ-માત્રની સમાનતાની સ્થાપના કરવાનો છે. વળી હિંદુ ધર્મે અને જૈન ધર્મે પોતાના સિદ્ધાન્તોમાં કે ધર્મશાસ્ત્રોમાં વસુંધવ ટુવમું (આખી ધરતી જ એક કુટુંબ) કે મિત્ત બે સદ્ગમૂકું (સર્વ જીવો તરફ મારી મૈત્રી છે)ની ભાવનાને ભલે સાચવી રાખી હોય, પણ અમલમાં તો એણે એથી વિપરીત આચરણ જ કરી બતાવ્યું છે. આ સ્થિતિમાં, પોતાની કરુણા, ઉદારતા અને સર્વજનસમાનતાને કારણે આખી દુનિયાના તત્ત્વવેત્તાઓ અને ચિંતકોનું આકર્ષણ બનનાર, દુનિયાના અનેક દેશોના કરોડો માનવીઓમાં ફેલાવો પામનાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org