________________
૪૫૪
જિનમાર્ગનું જતન ગમે તે ધંધો કરતી વખતે આપણે “ન્યાયસંપનવિભવ'નું ગુરસૂત્ર ધ્યાનમાં રાખીશું તો અધાર્મિકતાના દોષમાંથી જરૂર બચી શકીશું. બાકી સગવડિયા કે સુખશીલતાનો ઢાંકપિછોડો કરતી ધાર્મિકતાને આગળ કર્યા કરીશું તો આપણી મુશ્કેલીઓ જરા પણ ઉકેલાવાની નથી એટલે આપણે સમજી રાખીએ અને નવા સમયનો નવાં સાધનોથી સામનો કરવા કમર કસીએ.
(તા. ૧૪-૧૦-૧૯૫૦) ધર્મદ્રષ્ટિ
પહેલી બે બાબતો મુશ્કેલીઓ અને સાધનોની ચર્ચાનો સંબંધ સીધેસીધો વર્તમાન પરિસ્થિતિ સાથે છે, જ્યારે આનો સંબંધ કેવળ વર્તમાન સાથે જ નહીં, પણ ત્રણે કાળ સાથે છે. જીવનનિર્વાહની દૃષ્ટિના સંબંધમાં બહુ જ ટૂંકમાં કહેવું હોય, તો કહી શકાય કે “જેનો અંત સારો તે આખું સારું' એ સૂક્તિ મુજબ જે જીવનનો અંત સ્વસ્થતા, સમતા, શાંતિ સાથે આવે એ જીવન ધન્ય. આપણે આપણી રોજની પ્રભુપ્રાર્થનામાં (જય વીયરાય' સૂત્રમાં) આવા સમઢિમા” (સમાધિપૂર્વકના મરણ)ની માગણી જ કરીએ છીએ ! પણ જીવનનો અંત સમાધિભર્યો આવે એવી પ્રાર્થના કરવી જેટલી સહેલી અને મધુર છે, એટલું એ ભાવનાને જીવનમાં સાચેસાચી રીતે ચરિતાર્થ કરી બતાવવાનું કાર્ય સહેલું નથી. સમગ્ર જીવન દરમ્યાન જીવનનિર્વાહની દૃષ્ટિ માત્ર સાંસરિક વિકાસ તરફની નહિ, પણ આત્મબળ અને આત્મશુદ્ધિનો વિકાસ સાધવાના વલણવાળી હોય તો જ આ પ્રાર્થના ફળી શકે; અને એને માટે એકમાત્ર ઉપાય તે સતત આત્મજાગૃતિ જ છે. ગમે તે પ્રવૃત્તિ આદરવા છતાં એ જાગૃતિ જ એ પ્રવૃત્તિની પ્રેરક બની રહેવી જોઈએ, એમાં જેટલું પણ અલન થાય તેટલે અંશે પ્રગતિમાં અચૂક ખામી આવવાની જ. ભગવાન મહાવીરના “સમયે યમ મા પમાયા' (હે ગૌતમ ! એક “સમય” જેટલા સૂક્ષ્મ કાળનો પણ પ્રમાદ ન કરીશ) એ પયગામનું રહસ્ય આ જ છે. જે ઘોડાને આપણે દશેરાની શરતમાં પહેલો લાવવા ઇચ્છતા હોઈએ, તેની કેળવણી આખા વર્ષ લગી સતત રીતે કરવામાં આવે તો જ એ ઇચ્છા ચરિતાર્થ થઈ શકે – એના જેવી આ વાત છે.
આ તો કંઈક વ્યક્તિની આધ્યાત્મિક ભૂમિકાને લગતી વાત થઈ, પણ અહીં તો માનવીએ સામાજિક કલ્યાણ જળવાય તે માટે જીવનનિર્વાહની દૃષ્ટિ કેવી રાખવી જોઈએ એની વિચારણા પ્રસ્તુત છે. આ નોંધનો મુખ્ય આશય આ હોવા છતાં અમે અહીં જે આધ્યાત્મિક લાગે એવી વિચારણા કરી છે તે સહેતુક છે; તે હેતુ એ કે એ વિચારણામાંથી જ સામાજિક દૃષ્ટિનો માર્ગ પ્રફુલ્લિત થઈ જાય છે અથવા સૂઝી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org