________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧
જોઈએ. આ માટે ઘેર બેઠાં થઈ શકે તેવાં કાર્યો કે સાવ સહેલા અને બહુ જ ઓછા ખર્ચે થઈ શકે એવા ગૃહઉદ્યોગોને અપનાવવા જોઈએ. બીજું કંઈ ન થઈ શકે તો કુટુંબનાં કાર્યો માટે નોકરો રાખવાની ટેવ તો જરૂ૨ છોડવી જોઈએ; આટલા અંશે તો દરેકે સ્વાશ્રયી થવું જ જોઈએ.
ત્રીજી અને મુખ્ય વાત એ કે પહેલાં તો સ્થિતિ સાવ જુદી હોવા છતાં, છેલ્લેછેલ્લે આપણે ખેતીના કામ પ્રત્યે માત્ર સૂગ જ ન કેળવી; પણ એની આસપાસ અધાર્મિકતાના દોષનું આરોપણ એવું કરી દીધું કે ધીમેધીમે ખેતી જૈનોના રસ્તામાંથી સાવ અળગી થઈ ગઈ; અથવા જેઓ એ કામ કરતા હતા તેમની ધાર્મિકતાનો આંક આપણે નીચે ઉતારી દીધો ! આમાં પણ એટલું તો હતું જ કે જો થોડા કામે વધુ પૈસા મળતા હોય તો ગમે તેવાં કારખાનાં ચલાવવામાં, અરે, ચામડાનો સટ્ટો કરવામાં પણ આપણે અધર્મ ન જોયો; તેમ બીજાના ભોગે જાગીરદારોની ઢબે ખેતીના ધંધાનો મોટા ભાગનો આર્થિક લાભ લેવાનું પણ આપણે ચૂક્યા નથી ! પણ સરવાળે ખેતીને આપણે વખોડી જ છે ! પણ હવે જે સમય આવ્યો છે તેમાં કારખાનાં કરવાં દરેક માટે શકચ નથી, અને જતે દહાડે એનો કબજો રાજ્યના હાથમાં ચાલ્યો જાય એવો પૂરો સંભવ છે. એટલે પછી અર્થોપાર્જનના સહુથી ઉત્તમ સાધન તરીકે માત્ર ખેતી જ આવીને ઊભી રહે છે. અને આપણા પૂર્વજોની ‘ઉત્તમ ખેતી’ એ અનુભવવાણી આ યુગમાં બરાબર સાચી પડવાની. વૈશ્યની ઓળખાણ આપતાં આપણા શાસ્ત્રગ્રંથોમાં પણ અવશ્ય ઋષિપશુપાત્યાદિના એમ કહીને ખેતીનું બહુમાન કરેલું જ છે. એટલે ધીમે-ધીમે ખેતી તરફ આપણો પ્રેમ વધે તો જ ગામડાંમાંના મોટા ભાગના જૈનોના જીવનનિર્વાહનો પ્રશ્ન ઊકલી શકે એમ છે. આ માટે આપણા મુનિવરો જનતાને ખૂબ માર્ગદર્શન કરાવી શકે એમ છે.
ઉત્પન્ન કરનાર અને ખરીદનારની વચ્ચે દલાલ તરીકે કામ કરીને ફે વચગાળાનો આર્થિક લાભ મેળવી લઈને આપણે સમૃદ્ધ બની શકતા હતા એ વખત હવે ચાલ્યો ગયો છે. સાથે-સાથે સટ્ટારૂપી વેપાર દ્વારા આપણામાંના કેટલાક સારું એવું ધન ભેગું કરી શકતા હતા એ દિવસો પણ હવે પરવારી જતા હોય એમ લાગે છે. અને બીજી બાજુ સારી એવી આર્થિક સગવડ ન હોય તો કુટુંબનો શ૨ી૨-નિર્વાહ, બાળકોનું શિક્ષણ અને પોષણ વગેરે ભારે મુશ્કેલ બની જાય એવો વખત આવી પહોંચ્યો છે. આની સામે ટકવા માટે નવાનવા માર્ગો અપનાવ્યા અને અજમાવ્યા વગર આપણો છૂટકો નથી. હવેના અર્થકારણમાં પરિશ્રમને મોખરાનું સ્થાન મળવાનું હોવાથી આપણા જીવનપંથો આપણે એ રીતે નવેસરથી નક્કી કરવા જોઈએ.
Jain Education International
૪૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org