________________
સ્વતંત્ર ભારત ઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૯
૪૪૫
બની રહે છે – આ દીવા જેવું સત્ય સમજવાની પણ જો આ કોંગ્રેસી ભાઈઓમાં સમજણ જાગી હોત, તો તેઓ પોતના પગલાના આત્મઘાતક પરિણામનો સો વાર વિચાર કરત અને જુદી રીતે જ વર્તત.
હિંદુસ્તાનના બીજા પ્રદેશોની કોંગ્રેસમાં ક્યાંય સર્વોચ્ચનેતાપદ નથી – જાણે કે આવું પદ ધરાવવાનો અદ્દભુત ઈજારો એકલી ગુજરાતની કોંગ્રેસને જ વરેલો છે! પરિણામે, બીજા પ્રદેશોમાં, નવલકથાઓમાં એક પ્રેમિકા અને બે પ્રેમીઓનો પ્રણયત્રિકોણ રચાય છે તેમ, એક સત્તારૂપ પ્રેયસી માટે સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખરૂપ બે પ્રેમીઓની તાણખેંચને લીધે સત્તા પ્રણયત્રિકોણ અવારનવાર રચાતો રહે છે, અને એટલા પ્રમાણમાં તાણખેંચ જામે છે; જ્યારે ગુજરાતની કોંગ્રેસમાં એક બાજુ સત્તા અને સામેની બાજુ સર્વોચ્ચ નેતા, સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખ રૂપ ત્રણ પ્રેમીઓ હોવાને કારણે સત્તપ્રણય-ચતુષ્કોણ રચાય છે; અને તેથી ગુજરાતની કોંગ્રેસમાં જામેલી જાદવાસ્થળી પણ બીજા બધા પ્રદેશોની જાદવાસ્થળીઓ કરતાં જુદી તરી આવે એવી અને વધારે વિનાશક છે! સંભવ છે, ગુજરાતના આવા કોંગ્રેસીજનોએ વિચાર્યું હોય કે જો સ્વાતંત્રના અહિંસક યુદ્ધમાં ગુજરાતની કોંગ્રેસ આખા દેશની મોખરે રહી હતી, તો સત્ય અને અહિંસાને નેવે મૂકીને ઠેરઠેર જાગી પડેલી સ્વાર્થસાધનાની જાદવાસ્થળીઓના આ યુગમાં ગુજરાતની કોંગ્રેસ પાછળ શા માટે રહે? પણ આ માર્ગ ગુજરાતના સર્વનાશનો માર્ગ છે, અને એમાંથી ઊગરી જવા માટે, બહુ મોડું થાય એ પહેલાં, ગુજરાતની પ્રજાએ પોતે જ જાગવાની જરૂર છે એમાં શક નથી.
ધારાસભાના સભ્યો મુખ્યપ્રધાન સહિત કોઈ પણ પ્રધાનને પડકારવાની, એને નાથવાની અને જરૂર પડ્યે એને રુખસદ આપવાની શક્તિ ધરાવે એ લોકશાહીને માટે જરૂર આવકારપાત્ર સ્થિતિ છે. પણ લોકકલ્યાણના કોઈ મુદ્દા વગર, વિશિષ્ટ સિદ્ધાંતનો કોઈ પ્રશ્ન ઊભો થયો ન હોય એવી સ્થિતિમાં, તેમ જ પ્રધાનનો કોઈ દોષ ન હોય છતાં, માત્ર કોઈ પ્રધાનને માટે તમે અમારું કહ્યું નથી માનતા કે કરતા, માટે તમારો અમને ખપ નથી; તમને અમે રૂખસદ આપવા માગીએ છીએ' એવા ગુમાનથી પ્રેરાઈને જ્યારે આવી બહુમતીની શક્તિનો ઉપયોગ થાય છે, ત્યારે એ કેવળ દુરુપયોગ બની રહે છે. પોતાની શક્તિનો આવો દુરુપયોગ કરનાર બહુમતીને રાજનીતિશાસ્ત્ર પાશવી બહુમતી (Brutal Majority) તરીકે ઓળખાવી છે તે બિલકુલ યથાર્થ છે.
ધારાસભ્ય પોતાના મતનો પોતે માલિક છે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ માટે એ સ્વતંત્ર છે એની ના નથી. પણ એનું અસ્તિત્વ એના મતદાર-વિભાગના લાખન્દોઢલાખ મતદારોના મતથી આવ્યું છે, એટલે એ વિભાગની તેમ જ આખા પ્રદેશની જનતાની લાગણી અને માગણીને સમજવી, સત્કારવી અને એ માટે પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org