Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 471
________________ ૧૪ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો (૧) જીવનનિર્વાહ – સમસ્યા, ઉકેલ અને તદનુરૂપ ધર્મદષ્ટિ વ્યથા | ગુજરાતના પવિત્ર લોકસેવક પૂ. શ્રી રવિશંકર મહારાજ ભારે અનુભવજ્ઞાની પુરુષ છે. તેમણે “મધ્યમ-વર્ગ' કોણ ? એ વાત સમજાવતાં નીચેના શબ્દો કહ્યા છે : “મધ્યમ વર્ગ એ છે કે શરીરશ્રમના આધાર ઉપર નહીં, પણ પૈસાના આધાર ઉપર જીવનનિર્વાહનો પ્રયત્ન કરે છે. હાથ-પગ હલાવ્યા વગર જીવનની વ્યવસ્થાને ચાહનારો વર્ગ તે મધ્યમ-વર્ગ છે. મધ્યમ-વર્ગ એ છે, જેના પગ દરિદ્રતા અને ગરીબી તરફ છે અને મોટું ધનવાનો તરફ. એનું નામ મધ્યમ-વર્ગ છે, જેની આવક ગરીબના જેટલી છે, છતાં જે નકલ ધનવાનોની કરે છે. મધ્યમ-વર્ગ એ છે, કે જેમાં કુટુંબના ખર્ચનો ભાર એક માણસે ખેંચવો પડે છે.” મધ્યમ-વર્ગનું આ વર્ણન ખૂબ માર્મિક છે. એમાં કઈકઈ કોમનો સમાવેશ કરી શકાય એ ભલે વિચારવા જેવો સવાલ હોય, પણ અત્યારના મોટા ભાગના જૈનોનો તો એમાં નિઃશંક સમાવેશ થઈ શકે એમ છે. સામાન્ય રીતે જૈન સમાજની ખ્યાતિ એક ધનસંપન્ન સુખી સમાજ તરીકે લાંબા કાળથી ચાલી આવે છે. પાસે વિશેષ ધનદોલત હોય કે ન હોય, પણ સમાજનો કોઈ પણ માનવી ખાધેપીધે જવલ્લે જ દુ:ખી દેખાતો. પણ એક કાળે જે સુખી કે સંપન્ન હોય, તે સદાકાળ એવો જ રહે એવો કંઈ સનાતન નિયમ નથી. અઢળક ધન અને અપાર વૈભવ માણનાર મુગલ સલ્તનતની જ્યારે માર્ગ ભૂલવાના કારણે પડતી થઈ ત્યારે એના જ મરશિયાં ગાતાં એક કવિને કહેવું પડ્યું : સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ.” એટલે આપણો સાવ નજીકનો ભૂતકાળ ઉજ્વળ હતો, અને આજે પણ આપણા કેટલાક મહાનુભાવો પાસે અઢળક ધન ભેગું થયેલું પડયું છે; એટલામાત્રથી આપણે આપણા ભવિષ્યને માટે નિશ્ચિત કે બેદરકાર રહીશું તો શાહઆલમના સગા જેવા બૂરા હાલ આપણા થયા વગર રહેવાના નથી એ રખે આપણે ભૂલીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501