________________
જિનમાર્ગનું જતન
અને આમ થવામાં કેવળ આપણા ધર્મગુરુઓ એકલાનો પણ દોષ નથી. સમાજનું એક બીજું દુર્ભાગ્ય એ થયું છે કે આપણા ધર્મગુરુઓ અને આપણા ધનપતિઓ એકબીજાની સાથે એવા સંકળાઈ ગયા છે અને એકને ધનની અને બીજાને પ્રશંસાની એવી તાલાવેલી લાગી છે કે તેમને સમાજનાં સુખદુઃખનો વિચાર કરવા જેટલી ફુરસદ પણ, જાણે, મળતી નથી, નહીં તો જે સમાજનો ધનપતિ એકાદ ઉત્સવમાં પણ હજારો રૂપિયાનો વ્યય કરવાની શક્તિ ધરાવતો હોય, તે સમાજમાં દીનતા અને દરિદ્રતા કઈ રીતે ઘર કરી શકે ? આ ધનવાનો અને આપણા ધર્મગુરુઓની ધનવ્યયની આ પ્રવૃત્તિ જોઈએ છીએ ત્યારે, સહજ રીતે, નાગા અને ભૂખ્યા માનવીને ઘરેણાથી શણગા૨વાનો પ્રયત્ન આપણે આદરી બેઠા હોઈએ એમ લાગ્યા વગર નથી રહેતું.
પણ આપણા ધનપતિઓ અને આપણા ધર્મગુરુઓ એટલું તો જરૂર ધ્યાનમાં રાખે કે સંઘ કે સમાજનો આત્મા એનાં સુખી અને શક્તિશાળી સામાન્ય પુરુષો અને સ્ત્રીઓ છે.
૪૫૦
પોતાની આસપાસના ધનના ચળકાટ અને ઉત્સવ-મહોત્સવોના ભપકાની પારાશીશીથી જેઓ આખા જૈન સમાજને તેવો સુખી, સમુદ્ધ અને સંપન્ન માની લેવા માગતા હોય, તેઓ પોતાના પગમાં પગરખાં હોવા માત્રથી આખી પૃથ્વીને ચામડે મઢેલી માની લેવાની ભૂલ કરી રહ્યા છે એમ અમે માનીએ છીએ.
જૈન ભાઈ-બહેનોની નિર્વાહની મુશ્કેલી અમને તો અપાર લાગે છે; એનો પાર પામવાનું એકલે હાથે શકય નથી. બળવાન નિર્બળને, સુખી દુઃખીને અને ધનવાન નિર્ધનને ગળે લગાડવા તૈયાર નહીં થાય, તો આ મુશ્કેલીના સમયમાં ન જાણે આપણા કેટલા સહધર્મીઓ નામશેષ થઈ જશે.
તેથી અમે આપણાં આગેવાનોને, આપણા ધર્મગુરુઓને અને આપણી સંપત્તિશાળી સંસ્થાઓને ભારપૂર્વક વિનવીએ છીએ, કે જરાક આંખો ઉઘાડી, તેને ભૂતકાળનાં મનોરમ દૃશ્યો ઉપરથી ખસેડીને અત્યારનાં હૃદયદ્રાવક ચિત્રો ઉપર ઠેરવો, અને જૈન સમાજની આ ભયંકર મુશ્કેલીમાં તમારા કર્તવ્યને જાગૃત કરી આપણો સર્વનાશ અટકાવવામાં કામે લાગો.
ઉપાય
આ પરિસ્થિતિમાં આજે અહીં જીવનનિર્વાહનાં સાધનો અંગે વિચારવું રહ્યું; તે એટલા માટે કે જીવનનિર્વાહની મુશ્કેલીનો અંત મુખ્યત્વે એનાં સાધનો નવેસરથી શોધી કાઢવામાં જ સમાયેલો છે.
Jain Education International
(તા. ૭-૧૦-૧૯૫૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org