________________
જિનમાર્ગનું જતન
ય માલેતુજાર લેખાતા હોય એવા દેશોને સુધ્ધાં વળગી છે. સર્વત્ર અર્થકા૨ણમાં જાણે પાઘડીનો વળ છેડે આવ્યો હોય એવી સ્થિતિ દેખાવા લાગી છે.
૪૪૨
મૂડીનું સારું એવું વ્યાજ આપતી ૫રદેશી બેંકો જ્યારે હવે આવું વ્યાજ આપવાને બદલે ઊલટું મૂડીની સાચવણી માટેનું મહેનતાણું માગવા લાગે ત્યારે નથી લાગતું કે જે પવન અત્યાર લગી ઉત્તરમાં વાતો હતો એણે દિશા બદલી છે ? ‘ભૂમિપુત્ર’ પત્રના તા. ૬-૩-૧૯૭૩ના અંકમાં ‘આસપાસ-ચોપાસ' નામે વિભાગમાં શ્રી અમૃત મોદીનો ‘સ્વિટ્ઝરલેન્ડમાં વ્યાજ અપાશે નહીં, કપાશે.' શીર્ષકથી છપાયેલ લેખ આ વાતની સાક્ષી પૂરે છે. એ લખાણ વાંચવા-વિચારવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“કાળું નાણું વિદેશની બેંકોમાં રખાતું હોય છે. ચોપડે ન ચડી શકે તેવી છૂપી આવકો લાંચિયા રાજપુરુષો ને ધનલોલુપ ધનપતિઓ સ્વિટ્ઝરલેન્ડમાં રાખતા હોય છે. જમા રકમો ૫૨ બેંકો વ્યાજ આપતી હોય છે. પણ હવે સ્વિટ્ઝરલેન્ડની બેંકો negative interest (ઉધાર વ્યાજ) આપશે. એટલે ? સ્વિટ્ઝરલેન્ડના નાગરિકો ન હોય તેવા આસામીઓનાં નાણાં રાખવા માટે ત્યાંની બેંકો વ્યાજ આપવાને બદલે સામેથી ૮ ટકા લેવા માંડી છે. એટલે ભારતનો નાગરિક ત્યાંની બેંકમાં ૧૦૦ રૂ. જમા મૂકે તો ૮ રૂ. ઉધાર વ્યાજના કપાઈને ૯૨ રૂ. જમા થશે. દ૨ વર્ષે આપોઆપ કપાત થતી જશે.
“કેમ આમ કર્યું ? સ્વિટ્ઝરલેન્ડમાં બહારનાં નાણાંનો ભરાવો થઈ રહ્યો છે. એથી ૧૯૭૧ના મેથી વિદેશી ખાતેદારોને વ્યાજ આપવાનું બંધ કર્યું. તો યે ફુગાવો વકરતો રહ્યો. માટે હવે સામેથી વ્યાજ લેવાનો નિર્ણય કર્યો છે, ને તે ય મુદત પૂરી થાય ત્યારે નહીં, પણ આરંભમાં જ ૮ ટકા પ્રમાણેની રકમ ખાતામાં ઉધાર થશે. વળી બેંકોમાંથી રકમ ઉપાડીને વિદેશી ખાતેદારો શેરો, ડિબેંચરો, જમીન, મકાન જેવી સ્થાવર મિલકતો ન ખરીદે એ માટે પ્રતિબંધ પણ મૂક્યો છે. ઘરનાં છોકરાંને ઘંટી ચટાડીને વિદેશોમાં થાપણો મૂકનારાઓ ઉધાર વ્યાજનો વિચાર કરીને અટકશે ?
જર્મનીના ક્રાંતદર્શી પીઢ વિચારક સિલ્વિયો ગેસેલે મુદ્રાક્ષયનો વિચાર કરેલો. આમ તો તે પ્રખર અર્થશાસ્ત્રી, યશસ્વી વેપારી ને પ્રધાન પણ હતા. પણ મુક્ત જમીન, મુક્ત પૈસાના હિમાયતી હતા. તેમનો ‘નેચરલ ઇકોનોમિક ઑર્ડર' ગ્રંથ જાણીતો છે. તેમની યોજના પ્રમાણે ૧૦૦ રૂ. ની નોટ પાછળ વર્ષનાં બાવન અઠવાડિયાનાં બાવને ખાનાં રાખાવામાં આવે. દર અઠવાડિયે દરેક ખાના ઉપર ૧૦ પૈસાની ટિકિટ ચોંટાડે તો જ તે નોટ ચાલી શકે. આ વિચારને સુભાષ બોઝ, રિચર્ડ બી. ગ્રેગ, કિશોરલાલભાઈએ ટેકો આપેલો. કિ. ભાઈએ ૩૧-૧૦-૧૯૪૮ના ‘હિરજનમાં દ૨ વર્ષે સવા છ ટકા વ્યાજની રકમ મૂળ રકમમાંથી કાપવાનું સૂચન કરેલું. આ મુદ્રાક્ષયના વિચારનો અપ્પાસાહેબ પટર્વધને ઠીકઠીક પ્રસાર કર્યો. તે કહેતા હતા કે અમ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org