Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 463
________________ ૪૪૦ જિનમાર્ગનું જતન જો આપણો રાજકર્તા-પક્ષ આ બાબતમાં સત્ય સાંભળવા માગતો હોય, તો પૂજ્ય વિનોબાજી જેવાએ પણ આ યોજના સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે : “આ ફરજિયાત-થાપણ યોજના મધ્યમ આવકવાળા નીચલા થરના લોકોને માટે મોટી આફતરૂપ બનવાની છે. વધતા ભાવોને લીધે વધતી મોંઘવારી અને આ ફરજિયાત બચતની યોજના – એ બેની વચ્ચે સામાન્ય માનવી તો ભીંસાઈ જવાનો છે. ફરજિયાત થાપણની યોજના માટે ઓછામાં ઓછી માસિક સવાસો રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, પણ આ માસિક સવાસો રૂપિયાની આવકની વિસાત કેટલી ? માસિક સવાસો રૂપિયા રળતા મધ્યમવર્ગના માનવીને સરેરાશ પાંચ માણસના કુટુંબને નિભાવવું પડે છે; જેમાં બાળકોના ભણતર અને માંદાની માવજતના ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે માથાદીઠ મહિને પચીસ રૂપિયા થયા. આવી નબળી આવકમાંથી એને બચત કરવાની ફરજ પાડીને આપણે એનો બચાવ શી રીતે કરી શકવાના છીએ ?” પૂ. વિનોબાજીની આ વાત શાસકપક્ષના અંતરમાં વસશે ખરી? એ આવી વિચિત્ર અને પીડાકર યોજનાને જતી કરશે ખરા? અને, આ બધું ઓછું હોય તેમ, આપણા ઉપર સુવર્ણ-અંકુશધારો લાદવામાં આવ્યો છે ! એનાં દૂરગામી પરિણામો અંગે મોટી મોટી વાતો થઈ રહી છે, પણ આ લોકના પુણ્યનું ફળ પરલોકમાં મળવા જેવી એ બધી વાતોનો વિચાર કરવો એ કદાચ આપણી બુદ્ધિના ગજા બહારની વાત હોય એમ સમજીને એની વિચારણા જતી કરીએ. પણ ટૂંકી નજરે જોતાં એનાં કેટલાંક સ્પષ્ટ માઠાં પરિણામો દેખાય છે, તે તો જરૂર સમજવા જેવાં છે. પહેલી વાત તો એ કે પ્રજા ઉપર લાદવામાં આવેલો આ ધારો એ પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવો છે. સરકારનું કસ્ટમ-ખાતું ફૂટલું – એમાં એક જ કાયદાના બળે લોકોની કરોડોની મિલકતની પાયમાલી સર્જી દીધી, લાખો માણસોના હુન્નર-ઉદ્યોગ-નોકરીને નામશેષ બનાવી દીધાં, અને મુસીબતના વખતમાં માનવી સોના(કે સોનાના દાગીના)ના બદલામાં પૈસા મેળવીને પોતાની જરૂરિયાત પૂરી કરી શકતો કે પોતાનો વ્યવહાર જાળવી શકતો એ એનો આધાર જ ઝુંટવાઈ ગયો. ઇનામી બૉડોનું અને સુવર્ણ-બૉડ યોજનાનું પરિણામ કેવું નબળું આવ્યું છે એ માટે વધારે કહેવાની જરૂર નથી. એ જ રીતે આ સુવર્ણધારાનો આખરી અંજામ કેવો આવશે એ ભગવાન જાણે; પણ એટલું તો ખરું જ, કે આ ધારાએ દેશના એક વર્ગનું જીવન વેરવિખેર બનાવી દીધું છે, અને એમાંથી એને ઉગારી લેવાનો અવેજીરૂપ ઉપાય તો, વનસ્પતિ ઘીના રંગની જેમ, શોધાય ત્યારે ખરો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501