________________
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૩
૪૨૩
વધારે પડતું કેન્દ્રિત થયું; એને લીધે રાષ્ટ્રભાષાના સ્વીકાર અને વિકાસ તરફ દેશમાં ઉત્તરોઉત્તર વધુ ને વધુ ઉદાસીનતા અને ઉપેક્ષા સેવાતી થઈ. અને,જાણે આવી સંકુચિત અને એકાંગી મનોવૃત્તિનો પરિપાક હોય એમ, આજે પ્રાથમિકથી લઈને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ સુધ્ધાંની બોધભાષા એટલે કે માધ્યમ તરીકે આપણે માતૃભાષાને અપનાવવા તૈયાર થયા છીએ ! આમાં તે-તે પ્રદેશની ભાષાનો જે કંઈ વિકાસ થવાનો હોય તે થાય, પણ આથી રાષ્ટ્રભાષાનો વિકાસ રૂંધાઈ જવાનો છે; એટલું જ નહીં, એથી આગળ વધીને આપણી રાષ્ટ્રીયતાની ભાવનાને અને રાષ્ટ્રની અખંડિત એકતાની લાગણીને, જતે દહાડે સજ્જડ ફટકો પડ્યા વગર રહેવાનો નથી એમ અમને તો ચોક્કસ લાગે છે. જાણે આપણે રાષ્ટ્રહિતની અવગણના કરીને માતૃભાષાનો વિકાસ કરવા મેદાને પડ્યા હોઈએ એમ જ લાગે છે. પણ જો રાષ્ટ્રની શક્તિ અને એકતા જોખમાઈ, તો કોઈ પણ પ્રદેશની અથવા બધા ય પ્રદેશોની ભાષાઓનો ગમે તેટલો વિકાસ થાય તો પણ, એ આપણા ઉપર આવી પડનાર સર્વનાશમાંથી આપણને ઉગારી નહીં શકે. રાષ્ટ્રની તાકાત અને અખંડિત એકતાને સર્વોચ્ચ સ્થાન મળવું ઘટે; માતૃભાષાના વિકાસની વાત તે પછી જ હોઈ શકે. આ પાયાની વાતમાં જે કંઈ ફેરફાર કરવામાં આવે તે કેવળ રાષ્ટ્રહિતના ભોગે જ થઈ શકવાનો છે.
રાષ્ટ્રની ભાવાત્મક એકતાની આપણે કેટલી હદે ઉપેક્ષા કરવા લાગ્યા છીએ એનો આપણી ઊંઘ ઉડાડી મૂકે એવો બીજો જ્વલંત દાખલો આપણા દેશમાં આપણા કમજોર રાજપુરુષોએ દાખલ કરેલ અન્નના ઝોનોનો એટલે કે અન્નની હેરફેરની નાકાબંધીનો છે. આખું ભારત એક અને અખંડ; પણ એક પ્રદેશનું અને સહજ રીતે બીજા પ્રદેશમાં ન જઈ શકે; એ માટે તો સરકારનો પરવાનો જોઈએ! કોઈ એવી દલીલ કરી શકે કે દેશમાં અન્નની એકંદર અછતને કારણે પરિસ્થિતિ જ એવી વિચિત્ર ઊભી થઈ છે કે એને પહોંચી વળવા માટે આવી નાકાબંધી દાખલ કર્યા વગર ન ચાલે. અમને આ દલીલ શરીરનું એક અવયવ પિલાતું હોય તો બીજા અવયવને એની સહાય કરતાં રોકવા જેવી વિચિત્ર લાગે છે. આવી નાકાબંધીઓથી તાત્કાલિક કોઈ લાભ થતો દેખાય તો પણ, લાંબે ગાળે, રાષ્ટ્રની એકતાની ભાવનાની દૃષ્ટિએ લોકમાનસ ઉપર એની કેટલી માઠી અસર થવાની છે તેનો વિચાર પણ કરવાની જરૂર છે. બે સ્વતંત્ર રાષ્ટ્ર જ હોય એમ બે પ્રાંતો વચ્ચે અનાજની હેરફેર ઉપર પ્રતિબંધ મૂકવા છતાં આપણે દેશની એકતા અને અખંડિતતા સચવાઈ રહેશે એમ માનતા હોઈએ તો કહેવું જોઈએ કે આપણે રેતી પીલીને તેલ મેળવવા માગીએ છીએ. અને હવે તો, અન્નથી આગળ વધીને, નદીઓનાં પાણીની નાકાબંધી કરવા જેટલી હદે આપણે વામણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org