________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૧ હોય કે છત્રીનો ઉપયોગ કરતું હોય, ત્યારે બેદરકાર બની ઉઘાડે માથે ફરનાર પોતાની જાતને કોરી કે સાજી શી રીતે રાખી શકે? જે સમાજ અગમચેતી વાપરીને દેશના રાજકારણમાં પોતાનો હિસ્સો આપવા તૈયાર થશે, તે દેશસેવાની સાથોસાથ પોતાની પણ સેવા કરી શકશે. અર્થાતુ રાજકારણની ઉપેક્ષા કરનાર સમાજ દેશનું અને પોતાની જાતનું બંનેનું અહિત કરશે એ આપણે બરાબર સમજી રાખીએ.
અલબત્ત, આ રાજકારણી લાગવગ, વર્ચસ્વ કે પ્રભાવનો ઉપયોગ હમેશાં સારાં પરમાર્થનાં કામોમાં જ થાય છે એવો નિયમ નથી; એટલું જ નહીં, ઘણી વાર આનો ઉપયોગ સ્વાર્થ સાધવામાં અને અન્યાયી માગણીઓના સ્વીકાર કરાવીને લાગવગ કે સત્તા નહીં ધરાવતી સામી વ્યક્તિને અન્યાય કરવામાં પણ થતો જોવામાં આવે છે. અને છતાં એ જ રાજકારણી સત્તા અને પ્રભાવ માત્ર અન્યાયનો પ્રતિકાર કરવામાં જ નહીં, પણ લોકોપકાર કરવામાં પણ ખૂબખૂબ ઉપયોગી થઈ પડે છે એ મહત્ત્વની વાત ધ્યાન-બહાર જવી ન જોઈએ. જૈન સમાજ જો રાજકારણી લાગવગ, સત્તા, પ્રભાવ કે વર્ચસ્વ મેળવવાનો વિચાર કરે તો તે આ દૃષ્ટિએ જ કરી શકે; અને ભૂતકાળમાં પણ રાજકારણને ખેડવા પાછળની જૈનસંઘના મહાપુરુષોની દષ્ટિ મોટા ભાગે આવી કિલ્યાણગામી જ હતી.
બહુ દૂરના કે ઇતિહાસકાળપૂર્વના ભૂતકાળની વાત બાજુએ રાખીને નક્કર ઈતિહાસયુગનો જ વિચાર કરીએ તો ભગવાન મહાવીરસ્વામી સ્વયં એક ગણરાજ્યના રાજકુમાર હતા. અલબત્ત, એમણે તો નિર્ભેળ આત્મસાધના કરવાની ઉત્કટ લાગણીથી પ્રેરાઈને આ રાજસત્તાનો પોતાની ઇચ્છાથી સર્વથા ત્યાગ કર્યો હતો. આમ છતાં, આત્મસાધના પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓએ ધર્મપ્રવર્તનની શરૂઆત કરી, ત્યારે તેઓના ધર્મસંઘને ઝડપથી વિસ્તૃત કરવામાં અને પ્રભાવશાળી બનાવવામાં જેમ મુખ્યત્વે તેઓની યોગસાધનાની પૂર્ણસિદ્ધિએ ઘણો આગળ પડતો ભાગ ભજવ્યો હતો, તેમ તેઓ ભૂતકાળમાં એક રાજકુમાર હતા એ હકીકતે પણ ઠીક-ઠીક ભાગ ભજવ્યો હતો એમ જોઈ શકાય છે. ભગવાન મહાવીરની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને ગણરાજ્યોનાં અને બીજાં રાજ્યોનાં રાજાઓ, રાજકુમારો, રાજરાણીઓ અને રાજકુમારિકાઓ કેટલી મોટી સંખ્યામાં એમના ધર્મસંઘમાં દાખલ થયાં હતાં. એમણે પવિત્ર ધર્મબુદ્ધિથી પ્રેરાઈને રાજકીય સત્તાનો સારાં કામોમાં ઉપયોગ કર્યો હતો, એટલું જ નહીં, એમાંનાં કેટલાંક તો રાજપાટનો ત્યાગ કરીને ત્યાગધર્મની સાધના કરવા માટે ભગવાન મહાવીરના ભિક્ષુક-સંઘમાં પણ ભળી ગયાં હતાં. ત્યાગધર્મની આવી પ્રતિષ્ઠાની અસર જનસમૂહ ઉપર ઠીકઠીક વ્યાપક પ્રમાણમાં થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org