________________
૪૮
જિનમાર્ગનું જતન એટલે બધા ય જૈન ફિરકાઓ પોતપોતાના ધર્મગુરુઓની પ્રેરણા નીચે, તેમ જ પોતપોતાની કર્તવ્યસૂઝ પ્રમાણે પણ, આ દિશામાં કંઈક ને કંઈક કાર્ય કરવા તત્પર થયા છે અને પોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે દેશભક્તિના આ મહાભારત-કાર્યમાં પોતાનો અદનો ફાળો આપી રહ્યા છે.
મળતા સમાચાર અને અહેવાલો ઉપરથી લાગે છે કે જાણીતા ભાવનાશીલ મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના દાદાગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા ગુરુવર્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની હૂંફ મેળવીને, આ બાબતમાં અભિનંદનીય, અનુમોદનીય અને અનુકરણીય સચિતતા અને સમયજ્ઞતા દાખવી છે, અને જૈનસંઘને રાષ્ટ્રરક્ષાના વિરાટ કાર્યમાં પોતાનો ફાળો ઉમળકાપૂર્વક અને સત્વર આપવાની પ્રેરણા કરી છે.
વિ. સં. ૨૦૨૦ના બેસતા વર્ષના મંગળ દિવસથી જ એમણે આ કાર્યનો આરંભ કર્યો. મુંબઈના લોહારચાલ-પ્રિન્સેસ સ્ટ્રીટ-જૈનસંઘને ઉદ્દેશીને એમણે કહ્યું: “દેશ જીવતો હશે તો સંસ્કૃતિ જીવશે; દેશ જીવશે તો આપણે જીવતા રહીશું.” આમ કહીને એમણે દેશમાં યુદ્ધ-કટોકટીની સાથોસાથ જાગી ઊઠેલી અન્નકટોકટીને પહોંચી વળવા માટે, વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીની અપીલ પ્રમાણે, અઠવાડિયામાં એક ટંક અન્નનો ત્યાગ કરવાની હાકલ કરી હતી.
પણ મુનિશ્રી યશોવિજયજીને આટલાથી સંતોષ ન થયો. પહેલા અનુભવથી ઉત્સાહ અને સંઘની કર્તવ્યબુદ્ધિ ઉપરની આસ્થા બંને વધ્યાં હતાં, એટલે આ રાષ્ટ્રીય કાર્ય વ્યવસ્થિત રીતે અને વધારે મોટા પાયા ઉપર આગળ વધી શકે એવું વ્યવસ્થાતંત્ર રચવાનું તેઓ વિચારવા લાગ્યા. આ માટે એમની પ્રેરણાથી તા. ૭-૧૧-૧૯૬૫ના રોજ મુંબઈના જૈન આગેવાનોની એક સભા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં મળી હતી.
આ સભામાં પોતાનું અંતર ખુલ્લું કરતાં તેઓએ કહેલું : “જો કે આ વાત (અઠવાડિયામાં એક ટેક અન્નનો ત્યાગ કરવાની વાત) એક રીતે બહુ નાની અને સામાન્ય લાગે તેવી છે, પણ જો તેને વ્યાપક રૂપ આપવામાં આવે અને લાખો જૈનો એક વરસ માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય, તો લાગે છે, કે રાષ્ટ્રીય નેતાઓ ઉપર જ નહીં સમગ્ર રાષ્ટ્ર ઉપર એક સારી અસર ઊભી થશે અને સહુને લાગશે કે રાષ્ટ્રીય કટોકટી વખતે જેનોએ પણ રાષ્ટ્રની પડખે ઊભા રહીને પોતાની ફરજ બરાબર અદા કરી હતી. રાષ્ટ્ર જીવતું હશે તો આપણે જીવશું. રાષ્ટ્ર જીવતું હશે તો ધર્મ, ધર્મસ્થાનકો કે સંસ્કૃતિ જીવશે” એમના આવા હૃદયસ્પર્શી માર્ગદર્શનથી પ્રેરાઈને આપણા આગેવાનોએ આ કાર્યને વ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે “શ્રી રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિની સ્થાપના કરી. આ સમિતિ આ કાર્યને વેગ આપવા પોતાની રીતે પ્રયત્ન કરી રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org