________________
જિનમાર્ગનું જતન
લાખ કે જે કંઈ રકમ એકત્ર થાય તેની સાથે-સાથે નાની-મોટી બીજી રકમો એકત્ર કરીને સ્થાયી ફંડ દસ લાખ જેટલું એકત્ર કરવામાં આવે તો કેવું સારું ! સંસ્થાની ઉપયોગિતા અને જૈનસંઘની ઉદારતા જોતાં આ અમને બહુ મુશ્કેલ નથી લાગતું.
જો આ રીતે એક માતબર સ્થાયી ફંડ એકત્ર થઈ શકે, તો સમારંભમાં પાલીતાણાના નગરશેઠ શ્રી ચુનીલાલ વનમાળીદાસે ભાવના દર્શાવી હતી તે પ્રમાણે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓની જેમ શ્રાવિકાશ્રમની શાખાઓ સ્થાપવાનું પણ ક્યારેક શકય બને. સમાજની દુઃખી અને જરૂરિયાતવાળી બહેનોની પરિસ્થિતિ જોતાં શ્રાવિકાશ્રમની શાખાઓ અન્ય સ્થાનોમાં સ્થાપવાની જે વાત શ્રી ચુનીભાઈએ કહી છે બિલકુલ સાચી કહી છે એમ કહેવું જોઈએ.
આ બધાનો આધાર આ સંસ્થા શિક્ષણ તેમ જ નાણાની બાબતમાં જે પ્રગતિ સાધી બતાવે એના ઉપર છે. કેળવણીકારો, કાર્યવાહકો અને આર્થિક સહાયકોના સક્રિય અને હાર્દિક સહકારથી શ્રાવિકાશ્રમનો શતદળ કમળની જેમ ઉત્તરોત્તર વિકાસ થાઓ એ જ અભ્યર્થના.
૩૪૮
(તા. ૧૧-૨-૧૯૬૭, તા. ૪-૯-૧૯૬૫ તથા તા. ૧૭-૬-૧૯૬૭ના લેખોમાંથી સંકલિત)
Jain Education International
(૬) ભાવના અને ધનના વાવેતરરૂપ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ
સાઠ વર્ષ પહેલાંનો એ સમય શિક્ષણના પ્રસારની દૃષ્ટિએ શરૂઆતનો કહી શકાય એવો સમય હતો. જૈન સમાજ તેમ જ ઇતર સમાજોમાં ત્યારે શિક્ષણ પ્રત્યે વ્યાપક આકર્ષણ નહોતું જાગ્યું. પ્રમાણમાં ઘણા ઓછા છોકરાઓ અભ્યાસ તરફ ખેંચાતા. ગુજરાતી સાત ચોપડીનું અને બહુબહુ તો મેટ્રિકની પરીક્ષા સુધીનું શિક્ષણ ઘણું લેખાતું, અને કૉલેજો અને યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો બહુ જ ઓછી રહેતી. તેમાં ય કન્યાકેળવણીની દૃષ્ટિએ તો એ જમાનો પા-પા પગલી જેવો જમાનો હતો. આવી સ્થિતિમાં સામાજિક શિક્ષણ-સંસ્થાઓની સ્થાપના કરવા તરફ તે સમયમાં બહુ જ ઓછું ધ્યાન ગયું હોય એ સાવ સ્વાભાવિક છે.
અને છતાં આવી રહેલી પરિસ્થિતિને પારખીને અને નજીકના જ ભાવિમાં ઊભી થનારી જરૂરિયાતને અગાઉથી પિછાણીને કોઈક વ્યક્તિને અગમચેતીરૂપે કંઈક સેવાકાર્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org