________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૨
માનવતાની આવી શોચનીય અને વિષમ સ્થિતિમાં જે ધર્મગુરુઓ, ધર્માત્માઓ અને ધર્માનુરાગી મહાનુભાવો દીન-દુઃખી-પછાત માનવજાતને ઊંચે ઉઠાવવાનો, એમને શિક્ષિત અને ગુણિયલ બનાવવાનો અને એમના જીવનમાં ધર્મભાવનાનું સિંચન કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ માનવતાનું અને ધર્મનું સાચું કામ કરે છે. બોડેલી અને એની આસપાસના પ્રદેશોમાં શ્રી ૫૨મા૨ ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા દ્વારા પરમાર ક્ષત્રિય જ્ઞાતિના ઉદ્ધારનું જે કાર્ય ચાલી રહ્યું છે તે આવું જ મહત્ત્વનું, ધર્મભાવનાની પ્રભાવના કરવા જેવું ઉત્તમ અને અનુમોદનીય કાર્ય છે.
થોડા વખત પહેલાં આ સંસ્થાના ભાવનાશીલ સંચાલકો તરફથી એક વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે, તે તરફ અમારું ધ્યાન ગયું છે. શ્રીસંઘની જાણ માટે એ વિજ્ઞપ્તિનો મુખ્ય ભાગ નીચે પ્રગટ કરીએ છીએ :
“ગુજરાત રાજ્યના વડોદરા અને પંચમહાલ જિલ્લાના બોડેલી પ્રદેશમાંનાં ૫૦૦ ઉપરાંત ગામડાંઓમાં ૫ લાખથી પણ અધિક પરમાર-ક્ષત્રિય જાતિની વસ્તી છે. વ્યવસાયે એ નાની જમીનમાં ખેતી કરતા ખેડૂતો છે. સ્વભાવે સરળ અને ભદ્રિક લોકો છે. અજ્ઞાન અને ગરીબી એમના શત્રુ છે. અનર્થકારી વ્યસનો, માંસાહાર, શિકાર, દારૂ અને પાયમાલ કરી નાખે તેવા રિવાજોથી એમની કમ્મર તૂટી ગઈ છે. પરંતુ શ્રી ૫૨મા૨ ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા(મુંબઈ)ના સતત પ્રયાસોથી આ આખા યે પ્રદેશમાં લોકજાગૃતિનું કાર્ય થઈ રહ્યું છે. અહિંસા-ધર્મ-પ્રવર્તન, સંસ્કૃતિ-રક્ષણ, શિક્ષણ-પ્રસારણ, વ્યસનમુક્તિ અને માનવકલ્યાણ એ સંસ્થાના ઉદ્દેશો છે. આ પ્રદેશના ૨૦ હજારથી પણ વધારે લોકોએ હિંસા છોડી છે, શિકાર અને માંસાહાર છોડ્યો છે, દારૂ જેવાં ભયંકર વ્યસનોથી મુક્ત બન્યા છે, ખોટા રિવાજો નાબૂદ કરી દીધા છે. આમ, આખા ય પ્રદેશમાં માનવીય કાર્યની સુવાસ પૂરજોશથી પ્રસરી રહી છે. “આ આખા ય પ્રદેશમાં અજ્ઞાનતા અને ગરીબીથી પીડિત પ્રજા ઘણી મોટી સંખ્યામાં છે, જેમની આંખમાંથી ગરીબીનાં ચોધાર આંસુ ટપકે છે, અંગ ઢાંકવા અંગ પર પૂરતું વસ્ત્ર નથી, કડકડતી ઠંડી અને ધોધમાર વરસતા વરસાદમાં ૫હે૨વા વસ્ત્રો નથી, પેટ ભરવા પૂરતું અન્ન નથી. આ કરુણ પરિસ્થિતિમાં શકય રીતે સહાયક થવું પરમ કર્તવ્ય બની જાય છે.
“શું કરી શકાય ? શું આપી શકાય ?
(૧) તમારાં જૂનાં સારાં કપડાં અમને મોકલી આપીને અનેકોનાં ઉઘાડાં અંગ ઢાંકી શકો છો.
૩૬૭
(૨) નવું કોરું કાપડ પણ મોકલી આપીને જરૂરિયાતવાળા ગરીબ કે મધ્યમવર્ગને રાહત આપવાના કાર્યમાં સૂર પુરાવી શકો છો. (૩) નવાં સીવેલાં કપડાં પણ આપી બાળકો, બાલિકાઓ અને યુવાનોનાં આંસુ લૂછી શકો છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org