________________
જિનમાર્ગનું જતન
પ્રાણીરક્ષાના આ કાર્યનું જો આપણે ખરેખરું મૂલ્યાંકન કરી શકીએ, તો આપણે સ્વીકારવું જોઈએ કે આ પ્રવૃત્તિથી મૂંગાં પ્રાણીઓ ઉપર જેટલો ઉપકાર થાય છે, એના કરતાં જરા ય ઓછો ઉપકાર માનવસમાજ ઉપર થતો નથી. આ ધર્મપ્રવૃત્તિથી માનવસમાજ એ રીતે ઉપકૃત થાય છે કે તે એના લીધે પ્રાણીપીડન અને પ્રાણીવધ જેવી માનવતાવિરોધી તથા ધર્મવિરોધી પ્રવૃત્તિના પાપથી બચી શકે છે; અને એ રીતે પોતાના આત્માને અધોગતિ તરફ ખેંચાઈ જતો રોકે છે. પરિણામે, એનું જીવન સુખમય બનવાનો માર્ગ મોકળો બને છે. આ ઉપરથી એમ જરૂર કહી શકાય કે જીવદયાનું કામ એ ખરી રીતે આપદયાનું હિતકારક કામ છે.
આ સંસ્થાની સ્થાપનાના પાયામાં એક ધર્મપરાયણ મહાનુભાવનાં ભાવના અને પુરુષાર્થ સિંચાયેલ છે. સ્વનામધન્ય શ્રી લલ્લુભાઈ દીપચંદ ઝવેરીના અવિરત પ્રયત્નથી, આજથી ૬૧ વર્ષ પહેલાં, સને ૧૯૧૦માં, મુંબઈમાં જીવદયા-મંડળીની સ્થાપના થઈ હતી. સંસ્થાની સ્થાપનાના સમયથી આ સંસ્થા કેવળ જૈનોની છે કે હિંદુઓની, અથવા તો એનું કાર્યક્ષેત્ર મુંબઈ પૂરતું જ મર્યાદિત છે – એવી કોઈ સંકુચિત દૃષ્ટિ એમાં પ્રવેશી ન જાય એની તકેદારી રાખવામાં આવી હતી. સંસ્થાની સ્થાપનામાં જેમ જૈનોનો અને હિંદુઓનો ફાળો હતો, તેમ પારસી વગેરે કોમોનો પણ નોંધપાત્ર ફાળો હતો .
આ સંસ્થાના કાર્યક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને એના તરફની જનસમૂહની ચાહના પણ ક્રમે-ક્રમે વધતી રહી એનું મુખ્ય કારણ સંસ્થાએ શરૂઆતથી જ અપનાવેલી આ વ્યાપક દૃષ્ટિ છે. આ રીતે શ્રી લલ્લુભાઈ ઝવેરીના મનોરથો સળ થયા, અને પ્રાણીરક્ષાનું કામ આ સંસ્થા દ્વારા વ્યવસ્થિતપણે થવા લાગ્યું. સંસ્થાના કાર્યથી અને એના સ્થાપક મહાનુભાવની ઉમદા ધર્મભાવનાથી પ્રસન્ન થયેલ જનતાએ શ્રી લલ્લુભાઈ ઝવેરીને ‘દયાલંકા૨’ જેવી સાર્થક પદવી આપીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દર્શાવી હતી.
૩૭૪
જનસેવા કે પ્રાણીસેવાનું કાર્ય હોય, ધર્મનું કામ હોય કે સંસારવ્યવહારનું કામ હોય; પૈસા વગર પગલું ન ભરાય. તેમાં ય ઉત્તરોત્તર વધતી રહેલી અત્યારની કારમી મોંઘવારીમાં તો પુષ્કળ પૈસાની જરૂર પડે છે એ સૌ-કોઈના અનુભવની વાત છે; એટલું ખરું કે મોટે ભાગે સારા કામને નાણાંની અછત ભાગ્યે જ નડે છે. એ અનુભવપૂર્ણ માન્યતા પ્રમાણે, આ સંસ્થાને પણ હંમેશાં બધા વર્ગ અને વર્ણની જનતા તરફથી ઉદાર આર્થિક સહકાર મળતો જ રહ્યો છે. લોકોના આવા મમતાભર્યા સહકા૨ને લીધે જ આ સંસ્થા આટલું કામ કરી શકી છે.
પણ સંસ્થાનું કામ અને કાર્યક્ષેત્ર એટલું મોટું છે, કે સમાજમાંથી ગમે તેવી સારી આર્થિક સહાય મળવા છતાં હંમેશાં નાણાંની ભીડ વરતાયા જ કરે; અને તેથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org