________________
જિનમાર્ગનું જતન
એકદિલ અને સુસંગઠિત બનવાની તક આપી. શક્તિ અને સંપત્તિનો ઉપયોગ જીવન-મરણના આવા પ્રસંગોએ છૂટથી કરવો પડે એ સ્વાભાવિક છે; એ માટે અફસોસ કે ચિંતા ક૨વાથી કાંઈ વળે નહીં. ખરી ચિંતાની વાત તો સતત દુશ્મનાવટભરેલ વિચારો અને વર્તન દાખવતાં એ આક્રમણખોર પડોશી રાજ્યો સાથે આપણો પનારો પડ્યો છે એ છે.
૪૧૪
અને જાણે આ મુસીબતો ઓછી હોય એમ જેમનામાં માનવતાનો ગુણ પૂર્ણરૂપે પ્રગટ્યો હતો તે શ્રી જવાહરલાલ નહેરૂ અને શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા સર્વજનવત્સલ વડાપ્રધાનોને આપણે આ અરસામાં જ ગુમાવ્યા ! એમ કહેવું જોઈએ કે ચીનના આક્રમણે શ્રી નહેરૂનો ભોગ લીધો, પાકિસ્તાનના આક્રમણે શ્રી શાસ્ત્રીજીને ઝડપી લીધા ! આકાશનાં વાદળ પણ આ પાંચ વર્ષ દરમ્યાન આપણાથી રૂસણું લઈને બેઠાં. પરદેશોમાંથી અન્ન મળે તો જ ભારતવર્ષનાં માનવીઓનું પેટ ભરી શકાય એવી લાચાર સ્થિતિમાં આપણે મુકાઈ ગયા ! કેટલાંય સ્થાનો પાણીની તંગીમાં સપડાઈ ગયાં છે, અને ઢોરઢાંખરની સ્થિતિ તો વર્ણવી જાય એમ નથી.
આ પાંચ વર્ષ દરમ્યાન, ગુજરાતના રાજકારણમાં કેટલાય શક્તિશાળી, કાર્યદક્ષ અને તેજસ્વી કાર્યકરોની રાષ્ટ્રસેવાની દાયકા-જૂની કારકિર્દી, મુખ્યત્વે તેજોદ્વેષને કારણે રોળાઈ ગઈ. અન્નની કારમી તંગી અને તેલની અજબ રામકહાણીએ પ્રજાને કંઈકંઈ પરેશાનીઓનો અનુભવ કરાવ્યો !
આમ આ પાંચ વર્ષ દરમ્યાન દેશ ઉપર આફતો સતત વરસતી રહી; છતાં દેશનો શાસકવર્ગ પોતાની સત્તાની ખેંચતાણમાંથી બહાર આવીને ન તો પરિસ્થિતિને અનુરૂપ બની જાગૃત બન્યો, ન તો દીર્ઘદૃષ્ટિ અપનાવીને કામે લાગ્યો.
એવામાં ચોથી સામાન્ય ચૂંટણીઓનો સમય આવ્યો. આ વખતે અભણ અને સામાન્ય ગણાતી પ્રજાએ જે ખમીર, દૂરંદેશી અને શાણપણ દાખવ્યાં એ ભલભલા પાવરધા અને ગણતરીબાજ રાજદ્વારી પુરુષોને અચંબામાં નાખી દે કે એમની ગણતરીને ઊંધી વાળી દે એવાં છે. આ પ્રજાજનોએ પોતાના મતની શક્તિનો સંચય કરીને અને એનો સાચી રીતે ઉપયોગ કરી બતાવીને આખા દેશમાં શાંત અને અહિંસક રીતે અણધારી ક્રાંતિ સર્જી બતાવી છે, અને ભલભલા માંધાતાઓનાં પાણી ઉતારી દીધાં છે ! લોકશાહીના ઉજ્જ્વળ ભાવિની આસ્થા અને આશા જન્માવે એવી મહત્ત્વની આ ઘટના છે. ખરેખર, પ્રજાએ દાખવેલ આ ઠંડી તાકાત અભિનંદન અને અભિનંદનને પાત્ર છે.
આ પછી અમુક પ્રદેશોમાં કોંગ્રેસ-પક્ષનું શાસન ચાલુ રહ્યું, અમુકમાં આ કે તે બિનકૉંગ્રેસી પક્ષનું શાસન સ્થપાયું, ક્યાંક ધારાસભાને બદલે રાષ્ટ્રપતિનું શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org