________________
જિનમાર્ગનું જતન
શિક્ષણની જુદીજુદી પરીક્ષાઓનાં પિરણામો બહાર પડતાં જાય છે, અને પછી આગળ અભ્યાસ માટે આપણા વિદ્યાર્થીવર્ગને જે અનેક જાતનાં ફાંફાં મારવાં પડે છે, એ હકીકત ધ્યાનમાં લઈએ તો પણ અત્યારની દુઃખદ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી શકે એમ છે. પરીક્ષાનાં પરિણામો બહાર પડ્યાં કે વિદ્યાર્થીઓને માથે વલખાં મારવાનું આવી પડે છે. કોઈને શાળા કે કૉલેજમાં પ્રવેશ માટે તો કોઈને છાત્રાલય કે હૉસ્ટેલમાં પ્રવેશ માટે દોડધામ કરવી પડે છે, અને એ માટે પોતાના ગામ કે શહેરની અનેક શિક્ષણસંસ્થાઓ ઉપરાંત બીજાં સ્થાનોની એવી સંસ્થાઓ સુધી દોડવું પડે છે. કેટલાકને પૈસાની ચિંતા એવી વળગે છે કે કૉલેજ તથા છાત્રાલયની ફીના કે પાઠ્યપુસ્તકો અને અભ્યાસનાં અન્ય સાધનોના પૈસા ક્યાંથી લાવવા એ જ એવા વિદ્યાર્થીઓ, એમનાં વાલીઓને સમજાતું નથી. પરિણામે એમની ચિંતા, લાચારી અને દોડધામને કોઈ સીમા રહેતી નથી; ભારે કરુણાજનક એમની સ્થિતિ થઈ જાય છે. શિક્ષણ કેટલું બધું ખર્ચાળ બની ગયું છે !
આ દૃષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે અત્યારનો સામાન્ય કે ગરીબ વિદ્યાર્થીવર્ગ (અને એમના કુટુંબીજનો) વધારેમાં વધારે સહાનુભૂતિ, સહકાર અને સહાયના અધિકારી છે અને એમની સાથે એવા પ્રકારનું મમતાભર્યું અને માયાળુ વર્તન કરવાની સૌ કોઈની ફ૨જ છે. જૈનસમાજ કંઈ આવી સ્થિતિમાં અપવાદ બની શકે એમ નથી. એને ત્યાં પણ અસંખ્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શિક્ષણમાં આગળ વધવા માટે પાર વગરની મુસીબતો વેઠી રહ્યાં છે. એમને જરૂરી સવલતો પૂરી પાડવી એ જૈન સમાજનું કર્તવ્ય છે.
મુસીબતમાં કે આર્થિક સંકડામણમાં મુકાયેલ વ્યક્તિને સીધેસીધી સહાય આપીને એના સંકટનું નિવારણ કરવું એ પણ આવશ્યક તો છે જ; આમ છતાં એવી સહાય તાત્કાલિક સંકટનિવારણ સિવાય વિશેષ કે સ્થાયી પરિણામ ભાગ્યે જ નિપજાવી શકે છે. જ્યારે શિક્ષણ માટે સહાય આપીને વિદ્યાર્થીને તૈયાર કરવો એ આખા કુટુંબને પગભર બનાવવા જેવું દીર્ઘદષ્ટિભર્યું કાર્ય છે. શિક્ષણની સહાય અને બીજી સહાય વચ્ચેનો આ તફાવત ખાસ ધ્યાનમાં લેવો જેવો છે. શિક્ષણની સહાય એ તો ધનનું વાવેતર કરવા જેવું ઉત્તમ કાર્ય છે. સમાજને પગભર અને શક્તિશાળી બનાવવાનો એ જ મુખ્ય માર્ગ છે. એ માર્ગનું આવું મહત્ત્વ આપણે સમજીએ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સહાય આપવા તત્પર થઈએ.
૪૧૨
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧૧-૬-૧૯૬૬)
www.jainelibrary.org