________________
સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૧
અમલમાં આવ્યું અને કેન્દ્રમાં પહેલાં કરતાં ઘટેલી બહુમતી સાથે કૉંગ્રેસપક્ષનું જ શાસન ચાલુ રહ્યું. આ ચૂંટણીઓ દરમ્યાન અને તે પછી જે કંઈ બન્યું, તેથી આપણા અંતરમાં એટલો વિશ્વાસ તો અવશ્ય જન્મે જ છે કે હવે દેશની સ્થિતિ છે એના કરતાં વધારે ખરાબ થવાની નથી; એમાં કંઈક ને કંઈક પણ સુધારો થશે અને પ્રજાની મુસીબતમાં ચોક્કસ ઘટાડો થશે. કોઈ શાસકપક્ષ પોતાની જાતે કદાચ સરખી રીતે વર્તવામાં ખમચાતો હશે, તો છેવટે એને બીજા પ્રદેશમાં ચાલતી બીજા પક્ષની સરકારનો વહીવટ જોઈને પણ સારા બનવાની ફરજ પડશે.
દેશને પરેશાન કરતા જે અનેક સવાલો ઊભા છે તેમાં એક મહત્ત્વનો સવાલ પ્રભાવશાળી નેતાગીરીનો છે. અમારી સમજ મુજબ એક જ વ્યક્તિનું વર્ચસ્વ આખા દેશ ઉપર પ્રવર્તતું હોય અને સૌ એ વ્યક્તિને અનુસરવામાં હર્ષ માનતા હોય એવી વ્યક્તિગત નેતાગીરી મોટે ભાગે શ્રી જવાહરલાલ નહેરૂના સ્વર્ગવાસ સાથે સમાપ્ત થઈ ગઈ. એમની પછી સ્વનામધન્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ટૂંક સમયમાં જ દેશને શાંતિ, શૌર્ય અને શાણપણથી ભરેલી અતિ-વિલ દોરવણી આપીને એક સમર્થ અને ગરીબોના સાચા બેલી નેતા તરીકે પ્રજામાં કંઈકંઈ આશાઓ અને આકાંક્ષાઓ જન્માવી હતી. પ્રજા આ લાડીલા નેતાને પગલે-પગલે ચાલવા તત્પર હતી. પણ શ્રી શાસ્ત્રીજીનો દેહાંત થયો; સાથેસાથે રહીસહી વ્યક્તિગત નેતાગીરી પણ નામશેષ થઈ ગઈ. હવે એક વ્યક્તિનો આટલો વ્યાપક પ્રભાવ પડે એવી નેતાગીરીની આશામાં આપણે અટવાઈએ એ બરાબર નથી. આવી જાજરમાન અને સર્વવ્યાપી નેતાગીરી કંઈ પરાણે જન્માવી શકાતી નથી. જેનામાં તીવ્ર અને વ્યાપક સંવેદનશીલતા અને એને વાચા આપવાની પ્રતિભા હોય એ મહાકવિ બની શકે, જેનામાં ભવિષ્યનાં પગલાં પારખવાની આર્ષદૃષ્ટિ જાગી હોય તે મહર્ષિ બની શકે; એ જ રીતે જેના અંતરમાં સમસ્ત પ્રજાનાં દુઃખનાં સંવેદનોને ઝીલવાની અને એની સાથે એકરૂપતા સાધવાની અપાર કરુણા હોય, એ જ વ્યક્તિગત રીતે મહાન નેતા બની શકે. આ બાબત માત્ર બૌદ્ધિક તાકાતને ખીલવવાની નહીં, પણ હૃદયને મહાસાગર જેવું વિશાળ બનાવવાની છે. પરંતુ એ કંઈ સહુને માટે સુલભ નથી.
છતાં આવી વ્યક્તિગત નેતાગીરીના આપણે ત્યાં ઊભા થયેલા અભાવને માટે અફસોસ કરવાની જરૂર નથી. આ ખામીને આપણે સામૂહિક નેતાગીરી ઊભી કરીને ખૂબીથી દૂર કરી શકીએ. એક વ્યક્તિ પાસેથી લાખ રૂપિયા મળી શકે એમ ન હોય તો જુદીજુદી વ્યક્તિઓ પાસેથી નાની-નાની રકમ ભેગી કરીને પણ આપણે લાખ રૂપિયા ભેગા કરી શકીએ; એવી સીધી-સાદી આ વાત છે. આપણા દેશને અત્યારે આવી સામૂહિક સમર્થ નેતાગીરીની ખાસ જરૂર છે.
Jain Education International
૪૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org