________________
૪૦૭
સામાજિક સુધારો અને વિકાસ : ૬ એક પળ જેટલા સમયમાં રફેદફે થઈ જવાનો ભય આવી પડે, ત્યારે આપણે એની સામે કશું જ ન કરી શકીએ, અને થોડા જ વખતમાં સાવ નિરાધાર બની જઈએ.
આવું ન થાય અને આવેલી આતનો બરાબર સામનો કરી શકાય એ માટેનો એકમાત્ર ઈલાજ દરેક વ્યક્તિના દિલમાં સામાજિક ભાવના જન્માવવી એ જ છે. આવી સામાજિક ભાવના અર્થપરાયણતા અને અંગત લાભ-હાનિની ટૂંકી બુદ્ધિનું બલિદાન આપ્યા વગર જન્મી શકતી નથી; જ્યાં પણ હિંમત કે સામાજિક ભાવનાથી સામનો કરવામાં આવ્યો છે ત્યાં એનું શુભ પરિણામ ચોક્કસ આવ્યું જ છે.
સામાજિક સેવાના વ્રતને વરેલા મુબઈનાં એક બહેન પડિત શ્રી સુખલાલજી ઉપરના એક પત્રમાં લખે છે :
ગુંડાગીરીએ અને પોતાનું કરી લેવાની વૃત્તિએ આ વખતનાં તોફાનમાં કાળો કેર વર્તાવ્યો. જેમ કેટલીક ખોટી અફવાઓ આવે છે, તેમ કેટલુંક સાચું પણ બહાર નથી આવતું, જે જાણી ખરેખર કાળજાં કંપી ઊઠે. તેમાં સરવાળે જોઈએ તો સાધનસંપન્ન યાને મૂડીદારોને જાન કે માલનું નુકસાન નથી થતું, બાકી જે વર્ગ મરતોમરતો જીવે છે તે જ વધારે મરે છે. ધંધાકીય દૃષ્ટિએ શ્રીમંતવર્ગને નુકસાન થાય છે; પણ તેમાં તેમને ભાવિમાં ખાસ અકળાવાનું નથી રહેતું.” આગળ ચાલતાં હિંમતથી સામનો કર્યાનો એક પ્રસંગ ટાંકતાં તેઓ લખે છે :
અમારા લત્તામાં કંઈ જ થયું ન હતું, પરંતુ દહેશત રહ્યા કરે તેથી દરેકે સંગઠન સારું કર્યું હતું. અને કેટલીક ગ્યાએ સૌ પોતે જ ચોકી કરતા. સાવચેતી માટે હજુ આ બધું ચાલુ છે. વધારે તો મનમાં રહેલો ગભરાટ ખોટી કલ્પનાઓ કરાવ્યા કરે છે. જાન પર જોખમ આવતાં ક્યારે ગભરામણ થાય અને હિંમત આવે તે કળી ન શકાય. સિક્કાનગરમાં એક આઠ વર્ષના બાળકને ગુંડાઓએ મારવા લીધો. ઉપરથી તેની માએ જોયું. પહેલાં તો “બચાવો'ની બૂમો મારી; પણ કોઈ ન ઊતર્યું ત્યારે તે જ ધોકો લઈને ઊતરી અને એકલીએ જ ધોકો ચલાવ્યો. પછી બીજાઓ પણ મદદ આવી ગયા.”
શ્રી કે. કે. શાહે અને આ બહેને જે કંઈ કહ્યું છે તેના ઉપરથી મુંબઈનાં તોફનોમાં જે લોકોને વધારે સહન કરવું પડ્યું તેમની વ્યક્તિગત હિંમત અને સામાજિક ભાવનાનો અભાવ જ કારણરૂપ હતાં એટલું જરૂર તારવી શકાય.
વળી મુંબઈનાં આ તોફાનોની વાતને બાજુએ રાખીએ તો પણ, હવે જનતાના નીચલામાં નીચલા થર સુધી પોતાના હક્ક અંગેની રાજદ્વારી જાગૃતિ એવી આવી ગઈ છે, કે પોતાના હક્કોને મેળવવા કે જાળવવા માટે, અથવા કોઈ વાર એવું ખોટું બહાનું આગળ ધરીને પણ કોઈ ને કોઈ પ્રજાજન તોફાને ચડી જાય તે ભય સદા રહ્યા જ કરવાનો. આવે વખતે સરકાર તો પોતાની પૂરેપૂરી તાકાતથી એનો સામનો કરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org