________________
સામાજિક સુધારો અને વિકાસ ઃ ૬
(૬) સામાજિક ભાવના જ જિવાડશે
ભાષાવાર પ્રાંતરચનાના નામે તાજેતરમાં મુંબઈમાં તોફાનો થયાં અને ગુંડાઓએ બેફામ રીતે માલમિલકતો લૂંટીને જાનમાલનું જે નુકસાન કર્યું, તેમ જ અનેક નિર્દોષ માણસોની પજવણી કરી, તેના પડઘા હજી પણ શમ્યા નથી; હજી પણ બનાવો બન્ય જાય છે. પરિણામે ખાસ કરીને પરાંઓમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
જો માનસિક યાતના અને માનસિક ઉજાગરાની આવી ને આવી સ્થિતિ જ રહે, તો ન કોઈ સુખે વેપાર કે નોકરી કરી શકે, ન તો પોતાના નાના કે મોટા, હુન્નરઉદ્યોગને સંભાળી શકે કે ન તો પોતાના સ્વતંત્ર બૌદ્ધિક વ્યવસાય ઉપર ધ્યાન આપી શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. પણ આ વાત સમજવી જેટલી સહેલી છે તેટલું તેનું નિવારણ કે નિરાકરણ સહેલું નથી.
-
તેમાં ય વળી કોઈ સ્થાનિક વાતને કારણે આવી તંગ પરિસ્થિતિ પેદા થઈ હોય, કે અમુક-અમુક જનસમૂહ વચ્ચેના કોઈ એકાએક ઊભા થયેલા પ્રશ્નને કારણે તોફાનો થયાં હોય તો એની અસર સમય જતાં નાબૂદ થઈ જશે અને ફરી પાછો બધો વ્યવહા૨ પૂર્વવત્ ચાલુ થઈ જશે એવી આશા રાખી શકાય. પણ આ પ્રશ્ન ખરેખરો રાજદ્વારી પ્રશ્ન બની ગયો છે; અને દરેક રાજકીય પક્ષને તે એ પ્રશ્ન સળગતો – જાગતો રહે એમાં જ પોતાના પક્ષની મજબૂતી થતી લાગે છે. તેથી એક પ્રજાની સામે જાણે બીજી પ્રજાએ મોરચો માંડ્યો હોય એટલી હદે આ પ્રશ્નને વકરવા દેવામાં આવ્યો છે. એટલે આ પ્રશ્ન સહેજે પતી જાય અને સર્વત્ર ફરી પાછી સુખ-શાંતિ પ્રવર્તી રહે એવી આશા અત્યારે રાખવી અમને અસ્થાને લાગે છે. છતાં રાજદ્વારી ક્ષેત્રમાં કયારે શું થઈ જાય અને કઈ ઘડીએ વિરોધી લાગતું વાતાવરણ અનુકૂળતાવાળું બની જાય એ કહી શકાય નહીં. એટલે મુંબઈના અત્યારના વાતાવરણની બાબતમાં કદાચ વધારે પડતા નિરાશ ન થઈએ, તો પણ સામાન્ય જનસમૂહના જાનમાલની સલામતીની દૃષ્ટિએ ચિંતા કરવા જેવું તો અમને ચોક્કસ લાગે જ છે. અને એનો કંઈક તાત્કાલિક અને વ્યવહારુ ઇલાજ સમાજના આગેવાનોએ શોધી કાઢવા પ્રયત્ન કરવો જ જોઈએ.
Jain Education International
૪૦૫
આ ઇલાજ શો હોઈ શકે એનો થોડોક વિચાર કરીએ :
જ્યારે હજારો-લાખો માણસો સાથે રહેતા હોય, પણ એમનામાં, જુદા-જુદા મણકાઓને એક માળામાં ગૂંથી લેતા દોરાના જેવી એકબીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની સામાજિક ભાવના ન પ્રવર્તતી હોય તો એ હજારો કે લાખો માણસો એ કોઈ સમાજ નહીં, પણ ઘેટાંઓનું ટોળું જ લેખાય. અને જ્યારે આવાં માણસોમાં સામાજિક ભાવનાના બદલે ટોળાવૃત્તિ પ્રવર્તતી હોય, ત્યારે તો, જરા પણ આફત આવી યા આક્રમણ થયું કે ‘ભાગે એ ભડનો દીકરો' એ શિખામણનો જ ઉપયોગ થવાનો.
For Private & Personal Use Only
www.jainelibrary:org