________________
૩૭૬
(૧૫) જૈનધર્મનું શાંત ખમીર - એક અનોખી પેઢી
C
જિનમાર્ગનું જતન
અમારા ઉપર સુરતની શ્રી દેશાઈપોળ જૈન પેઢી' નામની સંસ્થાની સં. ૨૦૦૦થી (એની સ્થાપનાના સમયથી) સં. ૨૦૦૯ સુધીનાં દસ વર્ષની કારકીર્દિનો પરિચય કરાવતી પુસ્તિકા આવી છે. આ પુસ્તિકાનું ઝીણવટભર્યું અવલોકન કરતાં આ સંસ્થાનો પરિચય સમસ્ત જૈનસંઘને આપવો જરૂરી તેમ જ લાભકારક લાગવાથી અમે આ નોંધ લખીએ છીએ.
અગિયાર વર્ષ પહેલાં સં. ૨૦૦૦ના કારતક વિદ ૫ તા. ૧૭-૧૧-૧૯૪૩ને બુધવારના રોજ, માત્ર રૂ. ૭૧)ની સખાવતથી અને માસિક રૂ. ૧૫)ના પગારથી દરરોજ ફક્ત બે કલાક કામ કરે એવા મુનીમને રોકીને જ્યારે આ સંસ્થાની સ્થાપના ક૨વામાં આવી, ત્યારે એના સ્થાપકો, અનુમોદકો, સાયકો કે પ્રેરકોને ખ્યાલ સુધ્ધાં નહીં હોય કે તેમના હાથે ભલે દેખાવે નાનું પણ એક વટવૃક્ષનું બીજ વવાયું હતું, અને ભવિષ્યમાં એમાંથી સમાજની સાચી સેવા કરી શકે એવો વડલો વિકસવાનો હતો.
આ સંસ્થાની સ્થાપનામાં ત્રણ ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવ્યા હતા : (૧) ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સારો કરવો, (૨) સારાં જૈનધર્મોપકરણ જૂજ નફે આપવાં, (૩) નફાની બચત સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી.
સંસ્થાની સ્થાપના બાદ એકાદ માસમાં જ એના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી. એક બાજુ સુરતની જુદીજુદી જૈન ધાર્મિક સંસ્થાઓ – દેરાસરો, ઉપાશ્રયો, પરબડી વગેરેનો વહીવટ આ સંસ્થાને સોંપાવા લાગ્યો અને બીજી બાજુ ધાર્મિક ઉપકરણોનો વેપાર પણ, ‘ઓછો નફો અને સારો માલ'ની નીતિ સંસ્થાએ અપનાવેલ હોવાથી, આગળ વધવા લાગ્યો. છ મહિનામાં તો સંસ્થાએ એક ઉત્તમ સંસ્થા તરીકે નામના મેળવી લીધી, ઘણીખરી જૈન સંસ્થાઓના ટ્રસ્ટીઓને પોતાની તરફ આકર્ષી લીધા અને એક વ્યવસ્થિત બંધારણ પણ તૈયાર કરી દીધું.
સંસ્થાની સ્થાપનાનો ત્રીજો ઉદ્દેશ્ય, નફાની બચત સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી – એ હતો. ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં અને ધાર્મિક ઉપકરણોના વેપારમાંથી નફો મેળવીને પૈસો ભેગો કરવાની ધૂનમાં આ ત્રીજો ઉદ્દેશ્ય વિસરાઈ ન જાય એ માટેની દૂરંદેશી સંસ્થાનું બંધારણ ઘડતી વખતે જ રાખવામાં આવી હતી એ નોંધપાત્ર બીના છે. જૈન સમાજ મોટે ભાગે અર્થપરાયણ વેપારીઓનો સમાજ હોવાથી ઘણા દાખાલાઓમાં એવું બને છે, કે સંસ્થાનો વહીવટ કે સંસ્થાનો ઉદ્દેશ્ય અળગો રહી જાય છે, અને મૂડીના વહીવટની જ સાઠમારી જામી જાય છે. આ સંસ્થામાં આવું ન બને એ માટે પાણી પહેલાં પાળ બાંધવાનું શાણપણ દાખવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org