________________
૪૦૨
જિનમાર્ગનું જતન
આ સવાલનો જવાબ આપણે ભારતીય નૈતિક-ધાર્મિક અને સંસ્કારી માનવતાની દૃષ્ટિએ એમ જ આપત કે જે દાખલામાં આ સાધનો એક વાર નિષ્ફળ ગયાં, ત્યાં ભલે એકાદ સંતાનનો જન્મ થતો; ત્યાર પછી એ વ્યક્તિ વધારે સફળ અને સચોટ સાધનોનો વધારે સમજપૂર્વક ઉપયોગ કરીને સંતતિનિયમનનો લાભ મેળવે. આમ મધ્યમ માર્ગ અખત્યાર કરવાને બદલે, સંતતિ-નિયમનનાં સાધનો નિષ્ફળ જવાના બનાવો ખાતર ગર્ભપાતને ગુનાહિત કૃત્યોની યાદીમાંથી રદ કરીને કાયદેસરપણાનું રૂપ આપવાની છેલ્લી હદે જવું એ તો ગાડા માટે ગામને ખસેડવા જેવું બેસમજદારીભર્યું અકાર્ય જ છે. ઉપરાંત, આ રીતે ગર્ભપાતને કાયદેસર ગણવો એ સંતતિનિયમનનાં અત્યાર સુધીમાં શોધાયેલાં અને હવે પછી શોધાનારાં વૈજ્ઞાનિક સાધનોની કાર્યશક્તિમાં નરી અશ્રદ્ધા વ્યક્ત કરવા જેવું પણ છે.
અને નીતિ અને સદાચારની દૃષ્ટિએ તો ગર્ભપાતને કાયદેસર ગણવાની વાત, મોટામાં મોટી અધોગતિ સિવાય બીજું કશું જ નથી. આજે કોઈને એના તાત્કાલિક કંઈક લાભ દેખાતા હોય, તો પણ સમય જતાં એ ઝાંઝવાનાં નીર જેવાં નકામાં જ સાબિત થવાનાં છે એમાં અમને શંકા નથી. આ અનિષ્ટને જો આપણે દેશમાં ઘર કરવા દીધું. તો એથી શીલ, સંયમ અને સદાચારને દેશવટો દેવા જેવું જ દુષ્પરિણામ આવવાનું છે એ પણ નક્કી સમજી રાખવું.
આપણા રાજદ્વારી મોવડીઓ સ્વસ્થ ઉકેલને પડતો મૂકીને પરદેશનું અંધ અનુકરણ કરવાના ચાળે જે રીતે ચડી ગયા છે, તે દષ્ટિએ આ નવા અનિષ્ટને રોકવાનું કામ સહેલું નથી. પણ એ સહેલું હોય કે મુશ્કેલ, દેશના ભલાને ખાતર એને રોક્ય જ છૂટકો છે.
(તા. ૨૨-૭-૧૯૬૭)
(૫) શ્રીમંતોનેઃ “વહેતાં પાણી નિર્મળાં' સંગ્રહ કરવાની વૃત્તિની સામે અતિપ્રાચીનકાળથી ધર્મશાસ્ત્રકારોએ માનવજાતને સચેત કરી છે, અને જેમ બને તેમ એનાથી અળગા રહેવાના પ્રયત્ન ઉપર ખૂબ-ખૂબ ભાર મૂક્યો છે. સંગ્રહ કરવાની વૃત્તિ એ વ્યક્તિને પોતાને તો નીચે પાડે છે જ, ઉપરાંત એ એક પ્રકારના સામાજિક અનિષ્ટને પણ ખૂબ-ખૂબ પોષણ આપે છે. આજે તો એ વૃત્તિએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને પણ આવરી લીધું છે. અત્યારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org