________________
૪૦૦
જિનમાર્ગનું જતન માનવી પોતાની ભોગવાસનાને સંતોષવા છતાં સંતતિની જવાબદારીમાંથી બચી શકે એવા વ્યવહારુ અને કારગત ઉપાયો શોધીને એને અમલી બનાવવાનું અનિવાર્ય બની ગયું. આવા ઉપાયો તરીકે ઓપરેશન, દવાઓ અને બીજા કંઈકંઈ ઉપાયો વિજ્ઞાને શોધી આપ્યા; એ બધાની ચર્ચામાં ઊતરવાની અહીં જરૂર નથી. બીજા બધા નવા વિચારોની સામે બને છે તેમ શરૂઆતમાં તો આવા વૈજ્ઞાનિક ગણાતા ઉપાયો સામે પણ લોકોને – મોટે ભાગે વગર સુધરેલા, ઓછું ભણેલા અભણ કે પછાત ગણાતા બિનશહેરી લોકોને – ઠીક-ઠીક અણગમો રહ્યો. પણ સમય જતાં મોટા ભાગની જનતાના કોઠામાં એ વાત વસી ગઈ હોય એમ લાગે છે, જોકે દેશના દૂરદૂરના ઊંડા ખૂણાઓમાં વસેલી જનતા સુધી સુધરેલી દુનિયાનો આ સાદ પહોંચવો હજી બાકી છે, અને ત્યાં સંતતિના વધારાને રોકવાની હવા હજી સુધી જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચી શકી નથી એ પણ એટલું જ સાચું છે.
અહીં એ વાત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ કે સંતતિતનિયમનને માટે વિજ્ઞાને શોધેલા વિવિધ ઉપાયો છેવટે તો બનાવટી એટલે કે બિનકુદરતી છે; એટલે કેટલાક પ્રસંગોમાં (અને આવા પ્રસંગોની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી) એ નિષ્ફળ નીવડે એ સ્વાભાવિક છે. કેટલાક સ્સિાઓમાં આવાં સાધનોની પોતાની ખામીને લીધે. તો કેટલાકમાં એનો ઉપયોગ કરનારાઓની આવડતની ખામીને લીધે આવા ઉપાયો ધાર્યું પરિણામ લાવવામાં કામિયાબ ન થયા. આમાંના વાઢકાપ જેવા ઉગ્ર ઉપાયોથી મૃત્યુ સુધ્ધાં નીપજ્યાં છે. છેવટે હમણાં એક નવો સવાલ વધારે ઉગ્રતાપૂર્વક સૌનું ધ્યાન દોરી રહ્યો છે : સંતતિનિયમન માટેના આવા ઉપાયો અજમાવવા છતાં પણ જો ગર્ભાધાન થતું હોય તો એમાંથી બચવા માટે શું કરવું?
આ સવાલનો જે જવાબ આપણે ત્યાં શોધી કાઢવામાં આવ્યો, તેની વિચારણા કરતાં પહેલાં સંતતિ-નિયમન (એટલે કે ગર્ભનિરોધ) માટેના જે સંખ્યાબંધ બિનકુદરતી ઉપાયો વિજ્ઞાને શોધી આપ્યા તેનું જ પરિણામ આવ્યું એનું વિશેષ અવલોકન કરવું ઉચિત લાગે છે. આ ઉપાયોની અજમાયશથી સંતતિ-નિયમન તો થયું છે, પણ કેટલા પ્રમાણમાં સફળ સંતતિ-નિયમન થઈ શક્યું છે એનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. વળી આ સાધનોના ઉપયોગથી આપણે ત્યાં બે અનિચ્ચે વધુ વ્યાપક બન્યાં છે એની પણ આપણે નોંધ લેવી ઘટે છે. એક તો આવા બિનકુદરતી સાધનોના ઉપયોગથી કેટલીય બહેનોનાં શરીર ઉપર માઠી અસર થતી દેખાવા લાગી છે, જોકે હજી આ માઠી અસર વિચારકોને સર્ચિત બનાવે એટલી વ્યાપક કે ઊંડી નથી દેખાઈ. પણ આનું બીજું ખૂબ ભયંકર પરિણામ તો ધીમેધીમે અસંયમને અને ભોગવિલાસની તલપને વધુ ને વધુ છૂટો દોર મળતો જાય છે એ છે. સુખી અને શક્તિશાળી સમાજના પાયારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org