________________
સામાજિક સુધારો અને વિકાસ : ૪
૩૯૯
સ્વનિયમનના માર્ગે ચાલવું શકય નથી. પણ અત્યાર સુધી સંયમનો માર્ગ અપનાવવાની શક્તિ-અશક્તિની આ વાત મોટે ભાગે ધર્મના ક્ષેત્રમાં જ મર્યાદિત હતી અને સામાજિક ક્ષેત્રે એની વિશેષ ચર્ચા થવા પામતી ન હતી; કારણ કે તે વખતે વસ્તી વધારાના પ્રશ્ન અત્યારના જેવું રૂપ ધારણ કર્યું ન હતું; ઊલટું, સંતતિ મેળવવાની સૌની ઝંખના બહુ તીવ્ર રહેતી. એટલે સહજ રીતે સંયમનું જે કંઈ પાલન થાય અને એ રીતે જેટલા પ્રમાણમાં સંતતિ-નિયમન થાય, તે ખરું; એ માટે કોઈ મોટી-મોટી યોજનાઓ કરવાની ત્યારે કોઈ વાત જ ન હતી. બે-ત્રણ દાયકા પહેલાંની – હિંદુસ્તાનને માટે કહેવું હોય તો સ્વરાજ્ય આવ્યા પહેલાંની – સ્થિતિ કંઈક આવી હતી.
પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં, એટલે કે મોટે ભાગે બીજું વિશ્વયુદ્ધ બંધ થયું તે પછી, સ્થિતિ બહુ જ બદલાઈ ગઈ, અને અનના ઉત્પાદનના પ્રમાણમાં જ દેશની અને દુનિયાની વસ્તીનો વધારો મર્યાદિત રહેવો જોઈએ એ બાબત તરફ દેશના અને દુનિયાભરના રાજનીતિ-નિપુણ પુરુષોનું, અર્થશાસ્ત્રીઓનું અને વિશ્વના ભાવિનું દર્શન કરી શકનારાઓનું ધ્યાન વિશેષ દોરાયું અને આ માટે વ્યવહારુ ઉપાય શું યોજી શકાય એની શોધ માટે સૌનું ધ્યાન વધારે કેન્દ્રિત થયું. આ બધી વિચારણાને અંતે એ સૌએ એમ ઠેરવ્યું કે દુનિયાને કારમી અન્નતંગી અને ભૂખમરામાંથી ઉગારી લેવી હોય તો એનો ઉપાય છે : જેમ બને તેમ અનઉત્પાદનમાં વધારો કરો અને વસ્તીવધારો બને તેટલું નિયંત્રણ મૂકીને રોકો.
વસ્તીવધારાને રોકવાનો અર્થ સંતતિનિયમન કરવું એ જ સમજવો; સંયમના કુદરતી માર્ગે સંતતિનિયમનના માર્ગને વિશાળ જનસમૂહ વ્યાપક પ્રમાણમાં અનુસરે એ બનવાજોગ નથી. અને છતાં સંતતિ ઉપર – વસ્તીવધારા ઉપર – નિયમન તો કરવાનું છે જ, એટલે પછી જે માર્ગે સંતતિનિયમન થઈ શકે એમ હોય એ માર્ગને અપનાવવો, અને એ માર્ગના સારા-ખોટાપણાની માથાકૂટથી અળગા રહેવું – આવો વિચાર છેલ્લા દાયકા દરમ્યાન ઠીકઠીક વેગ પકડતો ગયો. આમ થવામાં સરકારી પ્રચારતંત્રે અને સરકાર તરફથી સંતતિનિયમનને મળેલા પ્રોત્સાહને જેમ અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ ઘરમાં કે કટુંબમાં – ખાસ કરીને મધ્યમ કે ગરીબ સ્થિતિવાળાં ઘરો અને કુટુંબોમાં સંતતિના વધારાની સાથે વધી જતા આર્થિક ભારણને પહોંચી વળવાની ચિંતાએ પણ કંઈ ઓછો ભાગ ભજવ્યો નથી. એટલે, એક રીતે કહીએ, તો દેશના અને વ્યક્તિગત કુટુંબના બંનેના ભલા માટે સંતતિનિયમન એ ક્રમેક્રમે અનિવાર્ય લાગતું ગયું.
જ્યારે અન્નની અછતમાં ટકી રહેવાની દૃષ્ટિએ વસ્તીવધારાને રોકવાનું જરૂરી મનાયું અને વસ્તીવધારાને રોકવાનો એકમાત્ર ઉપાય સંતતિનિયમન જ રહ્યો, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org