________________
ધાર્મિક પર્વો : ૨
(૨) પર્યુષણ-મહાપર્વ : આત્મભાવની દીપોત્સવી
પર્વાધિરાજ પર્યુષણ આવે છે; જાણે આપણા આત્માની મૂડીનું સરવૈયું નક્કી કરવાનો અવસર આવી પહોંચે છે. આખા ય વર્ષ દરમ્યાન આપણે આપણા આત્માની સાક્ષીએ શી-શી ભૂલો કરી, શાં-શાં અપકૃત્યો આચર્યાં, શાં-શાં સત્કાર્યોમાં આપણો સમય કૃતાર્થ કર્યો અને આપણા આત્માને નિર્મળ બનાવનારા કયા-કયા ધર્મ-માર્ગનું આચરણ કર્યું એ બધાયનો છેલ્લો-છેલ્લો જવાબ મળવાનો સમય તે પર્યુષણ મહાપર્વ, અને તેથી જ એ મહાપર્વને આપણે ‘આત્મભાવની દીપોત્સવી' તરીકે ઓળખાવીએ, સત્કારીએ અને દીપાવીએ.
ખરી રીતે તો આહાર-નિહાર એ જેમ રોજિંદી ક્રિયા છે, એ જ પ્રમાણે આત્મભાવને મલિન બનતો રોકીને સુવિશુદ્ધ રાખવાની ક્રિયા પણ હરરોજ કરવાની જ ક્રિયા છે. એકાદ દિવસ, અરે ! એકાદ ક્ષણ માટે પણ બેખબર કે ગાફેલ બન્યા કે કંઈ ને કંઈ મેલ આત્માને વળગ્યો જ સમજવો.
323
દરેક માનવી મનમાં એમ જ ચિંતવે કે આપણે તો પામર મનુષ્ય છીએ; અને મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે આપણાથી જાણ્યે-અજાણ્યે અનેક નાની-મોટી ભૂલો થઈ જાય એ સાવ સંભવિત છે. આપણા અણજાણપણામાં આપણા હાથે, કોણ જાણે કેટલી ભૂલો થઈ જતી હશે ? અને એના પરિણામરૂપે કેટલાં માનવ-બંધુઓને અને બીજાં જીવજંતુઓને આપણા હાથે કષ્ટ પહોંચી જતું હશે ? ને અજાણપણાની જ શી વાત ? અરે, જાતજાતના કષાયોના આવેશમાં આવી જઈને, જાણીબૂઝીને પણ આપણા હાથે શી-શી ભૂલો નહીં થઈ હોય ? કંઈ પણ ભૂલ કે દોષ થાય એટલે એનું પરિણામ લાગતાવળગતા સૌ કોઈના માટે અનિષ્ટકારક આવ્યા વગર રહે નહીં એ સમજી શકાય એવી વાત છે. તો પછી કોઈક સમય તો આપણે એવો નિયમ રાખવો જ જોઈએ, જ્યારે આ બધી ભૂલોનો આપણે વિચાર કરી શકીએ અને એના અનિષ્ટમાંથી બચવાનો માર્ગ શોધી શકીએ. આવો આત્મતત્ત્વનો વિચાર કરવાનો અવસર તે આપણું પર્યુષણ મહાપર્વ.
-
Jain Education International
આ મહાપર્વનો ખરેખરો મહિમા ખમત-ખામણામાં રહેલો છે એ રખે આપણે ભૂલીએ. હજાર દર્દીની એક દવાની જેમ હજારો દોષોને શમાવવાનો સર્વોત્તમ ઉપાય તે ક્ષમાયાચનાનો માર્ગ છે. ક્ષમા આપીને કે ક્ષમા માંગીને માનવી નિર્બળ નહીં પણ સમર્થ બને છે. ક્ષમા વીરસ્ય મૂષળમ્ (ક્ષમા વીરનું ભૂષણ છે).
-
For Private & Personal Use Only
www.jainelibrary.org