________________
સામાજિક સુધારો અને વિકાસઃ ૨
૩૫
(૨) આનર ધાર્મિક લગ્ન-સંબંધો ભારતવર્ષના રાજતંત્રને બિનસાંપ્રદાયિક (સેક્યુલર) રાજતંત્ર બનાવવાની ઉદ્દઘોષણા કરવામાં આવી છે, તેવે સમયે હવે આન્તરધાર્મિક લગ્નસંબંધો સંબંધી થોડોક વિચાર કરવો ઉપયોગી થઈ પડશે.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ૪૦૫૦ વર્ષ પહેલાં એવો સમય પ્રર્વતતો હતો કે જ્યારે જુદાજુદા ધર્મને અનુસરનારાઓ વચ્ચે લગ્નસંબંધો બંધાતા હતા, અને કોઈ પણ જાતનો વિક્ષેપ જગવવાને બદલે એવા સંબંધો જુદાજુદા ધર્મવાળાને એકબીજાથી સાવ વિખૂટા. બની જતા અટકાવવાનું કામ કરતા હતા. દેશમાં બીજા ભાગોમાં તો અત્યારે પણ આવા લગ્નસંબંધો બંધાય છે, અને એનું કોઈ અનિષ્ટ પરિણામ ભાગ્યે જ આવે છે.
આ સંબંધમાં થોડા વખત પહેલાં કલકત્તાથી શ્રીયુત કાલિપ્રસાદ ખેતાને તેરાપંથી જૈન મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જેનભારતી' (તા. ૬-૮-૧૯૫૩) ઉપર લખેલ પત્રમાંના આ શબ્દો વાંચવા રસપ્રદ થઈ પડશે : “કમનસીબે ભારતીય જીવન અને સંસ્કૃતિમાં જૈન-ધર્મના જુદા-જુદા પક્ષોના ફાળા સંબંધી હું વિસ્તૃત અધ્યયન નથી કરી શક્યો. વ્યક્તિગત રીતે આ વાત મારા માટે સવિશેષ ખેદજનક છે, કારણ કે મારાં પત્ની એક જૈન કુટુંબનાં પુત્રી છે, અને આ રીતે મારાં સંતાન વૈષ્ણવ અને જૈનધર્મનો સમાન વારસો ધરાવે છે. આ એક નિઃશંક હકીકત છે કે મારવાડી સમાજમાં વૈષ્ણવ અને જૈનધર્મ વચ્ચે એટલી બધી સહનશીલતા જોવામાં આવે છે કે વ્યાવહારિક રૂપે બંનેનું જુદા-જુદા માર્ગરૂપે સ્મરણ પણ કરવામાં નથી આવતું. જેઓ વધારે પડતા જ્ઞાનને લીધે પીડાતા નથી તેઓ એ બંને ધર્મોને એકરૂપે જુએ છે. વિદ્વાનો આને પસંદ કરે કે ન કરે, પણ સામાન્ય જનતા તો સાચે જ આથી સુખી છે. પરિણામે જૈનો અને વૈષ્ણવો વચ્ચેનો લગ્ન-સંબંધ એક સામાન્ય ઘટના છે અને કોઈ આ ભિન્નતા તરફ ધ્યાન પણ નથી આપતું.”
જુદા-જુદા ધર્મોના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધ અંગે વિચાર કરવાનો વખત આવી પહોંચ્યો છે એટલું સૂચન કરવા પૂરતી જ આ નોંધ લખી છે.
(તા. ૩-૧-૧૯૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org