________________
સામાજિક સુધારો અને વિકાસ : ૧
કરાતી પ્રચ્છન્ન તરકીબોને માટે પૂરેપૂરો અવકાશ છે, એ પ્રથા માત્ર કાયદાને બળે નામશેષ બની રહે અશકય છે.
આ માટે બે રીતે કામ ક૨વાની જરૂર છે : એક તો આસપાસમાં ક્યાંય દહેજપ્રથાનું અનિષ્ટ ચાલુ રહેતું લાગે તો એની સામે સતત જાગૃત રહે અને જરૂર પડ્યે મોરચો પણ માંડે એવાં સમાજસુધારક મંડળો કામ કરતાં થાય. સ્વરાજ્ય-પ્રાપ્તિ પછી આ એક મોટામાં મોટી ખોટ કે ખામી આવી ગઈ છે કે સુધારક પ્રવૃત્તિ લોકજીવનમાંથી લગભગ સંકેલાઈ ગઈ છે, અને ઠેરઠેર જુનવાણી, પ્રત્યાઘાતી, પ્રગતિરોધક બળોનું જોર વધી ગયું છે !
આ માટે કામ કરવાની લાંબા ગાળાની રીત તે આ કુપ્રથા જ્યાંથી ઉત્પન્ન થાય છે, પોષણ મેળવે છે અને વિકસે છે તેવી પરિસ્થિતિને દૂર કરવી એ છે. વરકન્યાની પસંદગીનાં વર્તુળો જેમ વધુ નાનાં અને વધુ સાંકડાં તેમ આ કે આના જેવી કુપ્રથાઓને વધુ વેગ મળવાનો. એટલે આવાં બધાં સામાજિક અનિષ્ટોને દૂર કરવાનો પાયાનો ઉપાય તો એ જ કે વરકન્યાની પસંદગીનું વર્તુળ જેમ બને તેમ વિશાળ કરવું અને એમાં આવતા અવરોધો સતત દૂર કરતાં રહેવું. રોટી-વ્યવહા૨ જેમ બેટી-વ્યવહારના ક્ષેત્રનો વિસ્તાર જેમ આવાં સામાજિક અનિષ્ટો દૂર કરવામાં મોટી સહાયરૂપ થઈ શકે છે, એમ એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના ઘડતરમાં પણ ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે છે.
૩૯૩
આ કાયદાનો જો સાચો લાભ મેળવવો હોય તો દેશમાં સામાજિક સુધારાનું આંદોલન ચાલુ કરીને ક્રમશઃ લોકોના મનમાં આ કાયદાની ઉપયોગિતા ઠસાવવી જોઈએ. આમ ન કરીએ અને માત્ર આ કાયદા ઉપર જ બધો મદાર રાખીને બેસી રહીએ, તો બીજા અનેક કાયદાઓની જેમ, આ કાયદો પણ પ્રજાજીવનમાં ઓતપ્રોત બનવાને બદલે કેવળ કાગળમાં જ પુરાઈ રહેવાનો.
(તા. ૨૭-૫-૧૯૬૧)
બહેનોના સવિશેષ શિક્ષણને અને સ્વતંત્ર જીવન જીવવાની તાલાવેલીને જોઈને એક વાર એક જમાનાના ખાધેલ કહી શકાય એવા પુરુષે મર્મમાં હસતાં-હસતાં કહેલી વાત આ લખતી વખતે યાદ આવી જાય છે. એમણે એ વખતે કહેલું કે આ બધું ભલે ને ગમે તેમ ચાલ્યા કરે, અને પોતાની સ્વતંત્રતા માટે સ્ત્રીઓ ગમે તેટલાં આંદોલનો કર્યાં કરે, પણ જ્યાં સુધી સ્ત્રી પોતાની જાતને શોભાની પૂતળી માને છે અને સુંદર વસ્ત્રો અને મનોહર આભૂષણો પાછળ ઘેલી બની રહે છે, ત્યાં સુધી આવાં ગમે તેટલાં આંદોલનો થાય તો પણ તેથી પુરુષોએ જરા ય ડરવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org