________________
૩૮૬
જિનમાર્ગનું જતન
(૪) અક્ષય-તૃતીયા : અનોખું પર્વ જેમ તીર્થાધિરાજ શત્રુંજયનું સ્મરણ થાય છે અને અંતર ભગવાન ઋષભદેવના પુણ્યસ્મરણની સુવાસથી મઘમઘતું બની જાય છે, તેમ અક્ષયતૃતીયાનું પર્વ પણ ભગવાન ઋષભદેવનાં અનેક સંસ્મરણોનો રસથાળ લઈને ઉપસ્થિત થાય છે.
- ભગવાન ઋષભદેવને આપણે “આદિનાથ” અને “આદિદેવ' જેવાં નામોથી ઓળખીએ છીએ. આ નામો સાચે જ ભારે અર્થસૂચક છે, અને એમાં એ મહાપ્રભુએ લોકજીવનને સુગઠિત, સુવ્યવસ્થિત અને સુપ્રતિષ્ઠિત કરવા માટે જે પરમપુરુષાર્થ સેવ્યો હતો એનું યથાર્થ દર્શન થાય છે. યુગપલટાનો એ સમય સામાન્ય જનસમૂહને માટે અનેક મૂંઝવણો, અનેક સમસ્યાઓ અને અનેક વિટંબણાઓથી ભરેલો હતો. જ્યારે કલ્પતરુઓ મોં-માગ્યાં દાન આપવાની પોતાની કળા સંકેલી રહ્યાં હતાં, જ્યારે યુગલિક નર-નારીઓનો યુગ આથમવા માંડ્યો હતો અને જ્યારે કરે તે પામેનો કર્મયુગ શરૂ. થવા માંડ્યો હતો, ત્યારે સમસ્ત માનવસમૂહને માટે જૂની આંખે નવા તમાશા' જોવા જેવો અટપટો સમય આવી લાગ્યો હતો. આખું લોકજીવન ત્યારે આશા અને નિરાશાના હિંડોળે હીંચકા લેતું હતું. જાણે વન-વગડામાં સ્વચ્છંદપૂર્વક નાચવા-કૂદવા અને રમવાને ટેવાયેલું હરણિયું હિંસક પશુઓના સમૂહ વચ્ચે ઘેરાઈ ગયું હોય, એવી દિશાશૂન્યતા. સર્વત્ર પ્રસરવા માંડી હતી. આવા કાળે અને આવા સમયે ધરતી ભારે અધીરાઈપૂર્વક એક સમર્થ યુગપુરુષની રાહ જોઈ રહી હતી. ભગવાન ઋષભદેવે ધરતીમાતાનો એ આર્તસ્વર સાંભળ્યો, અને લોકજીવનના ઘડવૈયા તરીકે એ આગળ આવ્યા. અંધકારઘેર્યા વાતાવરણમાં જાણે પ્રકાશપુંજ પ્રગટ્યો, માર્ગભૂલ્યા માનવીઓને જાણે મહારાહબર લાધી ગયો, અનાથ લાગતી જનતા જાણે સનાથ બની ગઈ; ભગવાન ઋષભદેવ જનતાના હૈયા ઉપર “આદિનાથ' તરીકે બિરાજી ગયા.
બુદ્ધિના ભંડાર, વિવેકવંત અને શક્તિશાળી માતાપિતા જેમ પોતાનાં સંતાનોનું જતન કરે, તેમ પ્રભુ આદિનાથે જનસમૂહના કલ્યાણની સતત ચિંતા કર્યા કરી; આખો માનવસમુદાય એમને મન સંતાન જેવો પ્રિય થઈ પડ્યો હતો. એ જનસમૂહની એક-એક સમસ્યાનો ઉકેલ એ જ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહેતું; લોકજીવનના એકેએક અંગનો વિકાસ થાય, એ માટે ભગવાન આદિદેવ સતત માર્ગદર્શન કરાવતા રહેતા. * વખત પાકે અને કમળ પોતાની સૌન્દર્યશ્રીને સંકેલી લઈને સ્વનિષ્ઠ બની જાય તેમ ભગવાને સમય પારખીને પોતાની લૌકિક પ્રવૃત્તિ સંકેલી લીધી અને એક દિવસે એ પોતાનું સર્વસ્વ ત્યજીને વનવગડાના વેરાન માર્ગે સાવ એકાકી બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org