________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૪
વિશેષ નવાઈ ઉપજાવે એવી વાત તો આ છે ઃ સંસ્થાના રજત-જંયતી-પ્રસંગે સંસ્થાના પરિચય માટે જે પત્રિકા બહાર પાડવામાં આવી છે, એમાં સંસ્થાની પચીસ વર્ષની કાર્યવાહીની ઘણી જાણવા જેવી વિગતો આપવા છતાં સંસ્થાની આર્થિક સ્થિતિ અંગે ન તો કશી ફરિયાદ કરવામાં આવી છે, ન તો ભારપૂર્વક કશી ચિંતા કે માગણી કરવામાં આવી છે. આ પરિચય-પત્રિકાને અંતે ફકત આટલું જ કહેવામાં આવ્યું છે : “આશ્રમના વિકાસમાં રસ લેતા અને સંચાલકોને હંમેશાં રચનાત્મક સૂચનો કરતા શુભેચ્છકો, સંસ્થાના કાર્યકરો તેમ જ પોતાના પસીનાની કમાણી દાનસ્વરૂપે વહેતી મૂકતા સમાજના દાનવીરોના સહકારથી આશ્રમનો આ વિકાસ શક્ય બન્યો છે. આ તકે અમે સમાજના દાનવીરો, શુભેચ્છકો અને કાર્યકરોનો આભાર માનીએ છીએ અને આ સંસ્થા પ્રત્યે ભલી લાગણી રાખવા સમાજનાં સર્વે ભાઈ-બહેનોને નમ્ર વિનંતી કરીએ છીએ.’’
આવી પત્રિકામાં મદદની માગણી ઉ૫૨ મુદ્દલ ભાર મૂકવામાં ન આવ્યો હોય એવો આ અતિવિરલ દાખલો છે. તે સંસ્થાના સંચાલકોનો પોતાના કાર્યની ઉપયોગિતામાં અને દાતાઓની ઉદારતામાં અખૂટ ઇતબાર દર્શાવે છે. સમાજનો આવો વિશ્વાસ મેળવવા બદલ અને સંસ્થાનું ધર્મભાવના, કુશળતા અને બાહોશીપૂર્વક સંચાલન સંભાળવા બદલ સંચાલકોનો આપણે જેટલો આભાર માનીએ, તેટલો ઓછો છે.
સંસ્થાના અહેવાલ ઉપ૨થી જોઈ શકાય છે, કે કચ્છના જૈન સમાજને માટે તો સારા-માઠા પ્રસંગે પોતાની દાનભાવનાને ચરિતાર્થ કરવા આ આશ્રમે એક પવિત્ર તીર્થધામ તરીકે જ કામ કર્યું છે.
Jain Education International
393
(૧૪) જીવમાત્રને આરાધતી ‘જીવદયા-મંડળી'
મુંબઈની સુપ્રસિદ્ધ શ્રીજીવદયા-મંડળી એના નામને અનુરૂપ, વ્યાપક પ્રમાણમાં જીવદયાની ભાવનાના પ્રચારનું અને પ્રાણીરક્ષાની રચનાત્મક પ્રત્યક્ષ પ્રવૃત્તિને અમલમાં મૂકવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. માનવીના અંતરમાં રહેલી કરુણાભાવનાને જગાડીને, સરકાર દ્વારા જરૂરી કાયદાઓ ઘડાવીને, કચાંય પણ જીવવધ થતો હોય એની માહિતી મેળવવાની ખબરદારી રાખીને આ સંસ્થા છેલ્લા છ દસકાથી નિર્દોષ, અબોલ પ્રાણીઓના કષ્ટનિવારણનું તથા તેમની હત્યાને રોકવાનું જે પુણ્યકાર્ય કરી રહેલ છે, તે ભારતની સંસ્કૃતિની સેવા કરવા જેવું, તેમ જ એનું ગૌરવ વધા૨વા જેવું ઉત્તમ ધર્મકાર્ય છે.
For Private & Personal Use Only
(તા. ૪-૮-૧૯૭૩)
www.jainelibrary.org