________________
૩૭૦
જિનમાર્ગનું જતન
અને પુરુષાર્થી સુપુત્ર તે લાયજાનિવાસી શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળ. ધર્મસેવા અને સમાજસેવાની એમને ખૂબ ધગશ હતી. ઊછરતી પેઢીમાં ધર્મસંસ્કાર અને ઉચ્ચ ધાર્મિક અભ્યાસની રુચિ વધે એ માટે તેઓએ સને ૧૯૩૧માં જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ત્રીસ હજાર રૂપિયા જેવી સારી રકમની સખાવત આપી હતી. વળી, સમાજના ઉત્કર્ષની ભાવનાથી પ્રેરાઈને તેઓએ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના સંચાલનમાં સક્રિય અને જીવંત રસ લીધો હતો, એટલું જ નહીં, સને ૧૯૫૪માં મુંબઈમાં મળેલ ૧૬મા અધિવેશનનું પ્રમુખપદ પણ શોભાવ્યું હતું.
આ રીતે એક સેવાવ્રતી મુનિશ્રીની તમન્ના અને એક ભાવનાશીલ શ્રેષ્ઠીવર્યના પુરુષાર્થને લીધે, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈનસંઘમાં અત્યારે પણ બેનમૂન કહી શકાય એવા સેવાતીર્થસમાં આ આશ્રમની સ્થાપના કરવાનું શક્ય બન્યું. સ્થાપના વખતે આશ્રમનું નામ રાખવામાં આવ્યું હતું “શ્રી જૈન-આશ્રમ”
સંસ્થાની રજત-જયંતી પ્રસંગે સંસ્થાનો પરિચય આપવા માટે પ્રગટ કરવામાં આવેલ પત્રિકામાં સંસ્થાની સ્થાપનાની વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે –
વિક્રમ સંવત ૧૯૯૯માં મુનિશ્રી શુભવિજયજીએ વિહાર દરમ્યાન જોયું, કે આંધળાં, લૂલાં, લંગડાં અને અપંગ બનેલાં અનેક જૈન ભાઈબહેનો અશક્ત અને નિરાધાર બનીને વિવિધ પ્રકારની અનેક હાડમારીઓ તથા ત્રાસ ભોગવી રહ્યાં છે. તેથી તેમને રાહત આપવા એક સંસ્થા સ્થાપવાના નિર્ણય પર તેઓ આવ્યા, અને એ હેતુથી પ્રેરાઈને જ તેઓ કચ્છમાંથી વિહાર કરીને મુંબઈ પધાર્યા હતા. અહીં તેઓ જુદાજુદા આગેવાનો અને શ્રીમંતોને મળ્યા, પરંતુ સમય પરિપક્વ થયેલ ન હોવાથી તેમને સફળતા મળી નહોતી. પરંતુ મુનિશ્રી ફરી બાર મહિના બાદ મુંબઈ પધાર્યા હતા અને આશ્રમના માજી પ્રમુખ શ્રીમાન શેઠ મેઘજીભાઈ સોજપાલને મળ્યા હતા; તેમને આ કાર્યની અગત્યતા સમજાવવામાં સફળ થયા હતા. આથી શેઠશ્રી મેઘજી સોજપાલે આ કાર્યને જોરશોરથી ઉપાડી લેવાનો મુનિશ્રીને અનુરોધ કર્યો હતો. પરિણામે, મુનિશ્રી શુભવિજયજી શેઠશ્રી મેઘજી સોજપાલને સાથે લઈને કચ્છી સમાજના આગેવાનો, દાનવીરો અને શ્રીમંતોને મળ્યા હતા અને તેમનાં સહકાર તથા દાન મેળવવામાં સફળ થયા હતા.”
આ રીતે વિ.સં. ૨૦૦૪ની સાલમાં આ આશ્રમની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો, અને બંધારણ ઘડવાની તેમ જ બીજી જરૂરી પૂર્વતૈયારીઓ પૂરી કરીને વિ. સં. ૨૦૦૫ની સાલમાં માંડવીમાં આશ્રમ ચાલુ પણ કરી દેવામાં આવ્યો. શરૂઆતમાં તો આશ્રમ કચ્છના સુપ્રસિદ્ધ જૈનધર્મતીર્થ ભદ્રેશ્વરમાં સ્થાપવાનું વિચારવામાં આવ્યું હતું; પણ પછી, કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને, આશ્રમ માંડવી શહેરની નજીકમાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. એ રીતે માંડવીના પાદરમાં માનવસેવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org