________________
૩૪૬
જિનમાર્ગનું જતન ટ્રસ્ટ સંસ્થાને સોંપવાની તત્પરતા બતાવી એ બાબત પણ સંસ્થાના કેળવણી ક્ષેત્રને વિસ્તૃત કરવામાં ઉપયોગી બની શકે એવી છે.
આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે શ્રાવિકાશ્રમનો એટલે કે શ્રાવિકાશ્રમમાં અભ્યાસ કરતી બહેનોનો હવે પછી વધુ વિકાસ કરવો હશે, તો એનાં ધાર્મિક અને વ્યાવહારિક એમ બંને શિક્ષણક્ષેત્રોને વિસ્તૃત કરવાં પડશે.
શ્રાવિકાશ્રમને માટે બીજી મહત્ત્વની વાત છે એને આર્થિક રીતે પગભર બનાવવાની; સમારંભમાં આ બાબતની રજૂઆત પણ સૌનું ધ્યાન દોરાય એમ યોગ્ય રીતે જ કરવામાં આવી હતી.
જૈનસંઘે નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમ અર્પણ કરીને સંસ્થાને માટે અઢીસો બહેનો સારી રીતે રહી શકે એવું વિશાળ અને જરૂરી સગવડોથી સજ્જ મકાન અને ભવ્ય જિનમંદિર તૈયાર કરાવી આપ્યું એ ખૂબ હર્ષ અને ગૌરવ ઉપજાવે એવી બીના છે. પણ સાથોસાથ પહેલાં કરતાં બમણી બહેનોને હમેશને માટે રાખવા જતાં, અત્યારના અસહ્ય મોંઘવારીના સમયમાં કાયમી ખર્ચમાં અસાધારણ વધારો થવાનો છે એ વાત સંઘના ધ્યાનબહાર જવી ન જોઈએ. સંસ્થાને સરખી રીતે ચલાવવામાં બાર મહિને દોઢેક લાખ રૂપિયા જેટલું ખર્ચ તો થવાનું જ.
સંસ્થા પ્રત્યેની અપાર મમતા અને કાર્યનિષ્ઠાને લીધે જેઓ સંસ્થાના એક સાચા વડીલ અને મુરબ્બી તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે, તે શેઠશ્રી જીવતલાલ પ્રતાપસીએ સમારંભ પ્રસંગે પોતાના વક્તવ્યમાં એક વ્યવહારુ યોજના સાથે આ બાબતની રજૂઆત કરતાં યોગ્ય જ કહ્યું હતું કે –
આપણી નિરાધાર, દુઃખી અને અસહાય સાધર્મિક બહેનોનાં આંસુ લૂછવા મથતી સંસ્થાના સંચાલકો અને કાર્યવાહકોને તેની પ્રવૃત્તિમાં જરા પણ ઓટ ન આવે તે માટે સંસ્થાને વિપુલ સ્થાયી ફંડની આવશ્યકતા છે. સંસ્થાના કાયમી નિભાવ માટે અઢીસો બહેનોના માસિક ખર્ચના (વ્યક્તિદીઠ) ઓછામાં ઓછા રૂ. પચ્ચાસ કે સાઠ ગણીએ તો પણ વાર્ષિક ખર્ચના રૂ. સવા-દોઢ લાખ જેટલો સંસ્થાને ખર્ચ ભોગવવાનો રહેશે. આ ખર્ચના નિભાવ માટે તેમ જ વધુ બહેનોની સગવડતા માટે ઓછામાં ઓછા આશરે રૂ. દસ લાખના સ્થાયી કાયમી ફંડની આવશ્યકતા છે, જેથી સંસ્થા સંપૂર્ણપણે પગભર બની નિશ્ચિત બની જાય. માટે જ આપ સૌને મકાન-ફંડની જેમ આ નિભાવફંડમાં પૂર્ણ સહયોગ આપવા વિનંતી કરું છું.
સંસ્થાની કાયમી આર્થિક મૂંઝવણમાંથી દૂર રહેવા માટેની યોજનામાંની આ એક યોજના છે. એક જ વખત રૂ. ૫૦૦૦ દાન આપનારની વતી એક બહેનને દાખલ કરવામાં આવશે, અને બહેનોનો કોર્સ જે પાંચ વર્ષનો રાખવામાં આવેલ છે તે પૂરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org