________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૯
૩૬૧
“૬ . મુદ્રણાલય ઃ ઇન્ડો-યુરોપિયન મશીનરી કહ્યું. (દિલ્હી)ના સંચાલકોએ ટ્રેડલ મશીન, કટિંગ મશીન, સ્ટીચિંગ મશીન વીરાયતનને ભેટ આપેલ છે. આ રીતે મુદ્રણાલયની સ્થાપના થતાં ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક આદિ ગ્રંથોનું તથા અન્ય પ્રચારસાહિત્ય, પત્ર-પત્રિકાઓનું પ્રકાશન વખતોવખત અત્રેથી થતું રહેશે.
‘૭. વાચનાલય ઃ આ વાચનાલયમાં દૈનિક, સાપ્તાહિક, માસિક પત્ર-પત્રિકાઓ મોટી સંખ્યામાં આવે છે. હજુ આ વાચનાલયનો વધુ વિકાસ થઈ રહ્યો છે.
૮. ભોજનાલય : વૈભારગિરિની તળેટીમાં ‘વીરાયતન' સંસ્થા આવેલી હોઈ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક વાતાવરણ હોવાને કારણે, આ સ્થાનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પ્રાચીન ઔતિહાસિક ગરમ પાણીના કુંડ પણ ‘વીરાયતન'ની નજીક જ આવેલા છે. તેથી યાત્રીઓનું આવાગમન સતત ચાલુ રહે છે. તેમને સ્વાસ્થ્યલાભની દૃષ્ટિએ શુદ્ધ સાત્ત્વિક ભોજન યોગ્ય સમયે પ્રાપ્ત થઈ શકે તે માટે આ ભોજનાલય પોતાની સેવા આપી રહેલ છે.
“૯. પ્રાર્થના, પ્રવચન, નૈતિક જાગરણ : ‘વીરાયતન'ના પ્રાંગણમાં રાષ્ટ્રસંત, ઉપાધ્યાય કવિવર્ય શ્રી અમરચંદજી મ. સા., તપોમૂર્તિ શ્રી રંભાજી મ. સા., સાધ્વીરત્ન શ્રી સુમતિકુંવરજી મ. સા. તથા દર્શનાચાર્ય શ્રી ચંદનાજી મ. સા. આદિ બિરાજી રહેલાં છે, તેથી આ સ્થાનની મહત્તા ઘણી વધી જવા પામી છે. હંમેશાં નિયમિત રૂપે પ્રાર્થના તથા પૂ. ગુરુદેવ અને મહાસતીજીઓનાં પ્રવચનનો કાર્યક્રમ ચાલુ છે. આસપાસમાંથી ગ્રામીણ જનતા, યાત્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ, સકારી ઉચ્ચ પદાધિકારીઓ અને રાજનેતાઓ આદિ યથોચિત લાભ ઉઠાવે છે. પ્રવચનોથી પ્રભાવિત થઈને હજારો પરિવાર દારૂ, માંસ આદિ દુર્વ્યસનોથી મુક્ત બન્યા છે. પહાડી પ્રદેશ હોવાથી રાજકીય સૈનિકશિબિર પણ અત્રે પ્રતિવર્ષ યોજાય છે. હજારો સૈનિકો પણ પોતાની શિબિરોમાં પૂ. મ. શ્રીનાં તથા મહાસતીજીનાં પ્રવચનો સાંભળીને ભગવાન મહાવીરના ધર્મ-સંદેશથી પરિચિત બન્યા છે.
૧૦. ધ્યાનશિબિર : ધ્યાનશિબિરનું પણ આયોજન થાય છે. સને ૧૯૭૪ના ધ્યાનશિબિરના આયોજનમાં લગભગ ૮૦-૯૦ વિદેશીઓ પણ શામેલ થયા હતા. તેમાં ધ્યાનયોગી શ્રી ગોયન્કાનો પણ મહત્ત્વપૂર્ણ સહકાર મળે છે. સમૂહરૂપે આવતા યાત્રીઓને પણ પ્રસંગે ધ્યાન-યોગનું શિક્ષણ આપવામાં આવે છે.
૧૧. પૂરપીડિતોની સેવા ઃ બિહાર-પ્રદેશમાં વખતોવખત પૂર આવે છે. આ વર્ષે આવેલ પૂર એટલું ભયંકર હતું કે જળ-પ્રલયનું હૃદયદ્રાવક દશ્ય ખડું થઈ ગયું હતું. ચારે બાજુ પાણી જ જોવામાં આવતું હતું, સેંકડો ગામો પાણીથી ઘેરાઈ ગયાં હતાં. પરિણામે, સૌથી પ્રથમ વીરાયતનના કાર્યકર્તાઓ જ પૂરપીડિતોની સેવામાં ચણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org