________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા ઃ ૧૦
૩૬૩
સ્થાનકવાસી સંઘના મુનિરાજ શ્રી કનૈયાલાલજી મહારાજ, જેઓ ‘કમલ' તખલ્લુસથી જાણીતા છે, તેઓ નિરાડંબરી, સંયમના જાગૃત સાધક અને આગમસૂત્રો સહિતના જ્ઞાનના અખંડ ઉપાસક છે. ઓછું બોલવું, વધુમાં વધુ કામ કરવું, વિદ્વાનો પ્રત્યે સક્રિય સહાનુભૂતિ દાખવવી, જ્ઞાન-પ્રચાર માટે રાત-દિવસ પ્રયત્ન કરવો અને આ બધા દ્વારા ધર્મની પ્રભાવના કરવી એ એમનો સહજ સ્વભાવ બની ગયો છે. આના લીધે એમનું જીવન નિંદા-પ્રશંસાથી પર તેમ જ કોઈ પણ જાતની અનિચ્છનીય પ્રવૃત્તિઓથી પર એવું એક આદર્શ શ્રમણનું જીવન બન્યું છે. વ્યાખ્યાનવાણીથી સામાને પ્રભાવિત કરવાની સહજ શક્તિ પણ એમને વરેલી છે.
આવા પરગજુ અને વિદ્યા તેમજ વિદ્વાનો પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર ધરાવનાર ગુણિયલ મુનિવરની પ્રેરણાથી શ્રી સાંડેરાવ જૈન સ્થાનકવાસી સંઘે માઉન્ટ આબુ જેવા શાંત-એકાંત સ્થાનમાં શ્રી વર્ધમાન મહાવી૨ કેન્દ્ર' નામે સંસ્થાની સ્થાપના કેટલાક વખત પહેલાં કરી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ નિવૃત્ત જૈન વિદ્વાનોને તેમ જ જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા ઇચ્છનાર શિક્ષિત વર્ગને ઊતરવા-રહેવાની અનુકૂળ સગવડ આપવાનો છે. (આમાં ભોજનની સગવડનો સમાવેશ નથી થતો.) સમય જતાં અહીં એક સુંદર પુસ્તકાલય પણ શરૂ કરવાની યોજના છે. વિશેષ ધ્યાન ખેંચે અને પ્રશંસા માગી લે એવી વાત તો એ છે કે આ સંસ્થાનો લાભ કોઈ પણ જૈન ફિરકાની વ્યક્તિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશેષ ન કહેતાં આ સંસ્થાની માહિતી આપતો જે પરિપત્ર પ્રગટ કરવામાં આવ્યો છે તે અમે અહીં સાભાર સૌ કોઈની જાણ માટે રજૂ કરીએ છીએ :
નિવૃત્ત જૈન વિદ્વાનો તથા ધર્મજિજ્ઞાસુઓને લાભ લેવા વિનંતી
શ્રી સ્થાનકમાર્ગી જૈન ફિકાના પૂજનીય મુનિરાજ, અનુયોગપ્રવર્તક શ્રી કનૈયાલાલજી મહારાજ (ઉર્ફે ‘કમલ’) જૈનસંઘનાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને ધ્યાનની અપ્રમત્ત સાધના દ્વારા પોતાની સંયમયાત્રાને સફળ બનાવવાનો નિરંતર પ્રયત્ન કરતા રહ્યા છે; અને સાથેસાથે એમની સત્યલક્ષી ઉત્કટ જ્ઞાનસાધના પણ બીજાઓને માટે અનુમોદનીય અને અનુકરણીય બની રહે તેવી છે. મતલબ કે આ મુનિમહારાજે જ્ઞાન અને ચારિત્રની સમાનરૂપે આરાધના કરીને પોતાના જીવનને નિર્મળ અને પવિત્ર બનાવ્યું છે, તેમ જૈનસંઘમાં પણ તેઓએ પોતાનો ઘણો પ્રભાવ વિસ્તાર્યો છે; જેને લીધે સકળ શ્રીસંઘ એમની પ્રેરણા ઝીલીને જ્ઞાનવૃદ્ધિ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોમાં પોતાના ધનનો ઉલ્લાસથી વ્યય કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. “આ મુનિરાજે જૈન સંસ્કૃતિના આધાર ને પ્રાણરૂપ પવિત્ર આગમગ્રંથોનાં અધ્યયન, સંશોધન, સંકલન, અનુવાદ તેમ જ પ્રકાશનને પોતાનું મુખ્ય જીવનધ્યેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org