________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫
૩૪૫
“શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ જણાવેલ. કેળવણીકારની જરૂરમાં પોતાનો સૂર પુરાવી. એસ. એન. ડી. ટી. જેવા કોર્સની શાખા અત્રે કરવામાં આવે તો તેમાં મદદની ખાતરી આપી હતી.”
શ્રી વાડીભાઈએ જે મદદની ખાતરી પણ આપી તે શ્રી અમૃતલાલભાઈના મહત્ત્વના સૂચનને અમલી બનાવવામાં એક પગલું આગળ વધારે એવી રચનાત્મક જાહેરાત ગણી શકાય. આશા રાખીએ કે શ્રાવિકાશ્રમના સંચાલકો આવી મહત્ત્વની જાહેરાતનો લાભ લેવાનું નહીં ચૂકે.
જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પોતાના ઉદ્દઘાટનપ્રવચનમાં સંસ્થાનો વહીવટ મુખ્યત્વે બહેનોને જ સોંપવાનું સૂચન કર્યું તે પણ સંસ્થામાં રહેતી બહેનોને યુગાનુરૂપ અને સ્વનિર્ભર બનાવે એવી કેળવણી આપવામાં વિશેષ માર્ગદર્શક બની શકે એવું છે; તેઓએ કહ્યું :
આપણે ધ્યેય અને આશાથી પૈસા ખર્ચે જે સવલતો ઊભી કરી છે, તેનો લાભ તો ત્યારે જ મળશે કે જ્યારે આ સંસ્થાનું સંચાલન કરવા માટે સેવાભાવી અને ચારિત્ર્યશીલ બહેન મેળવી શકીએ, કે જેથી એના ચારિત્ર્યની અને વ્યવસ્થિત જિંદગીની છાપ અત્રે કેળવણી લેનાર એક-એક બહેન ઉપર પડે. હું આશા રાખું છું કે મારા આ કથન પર ટ્રસ્ટીઓ વિચાર કરશો.
“મારું બીજું સૂચન એ છે કે આ સંસ્થામાં નાનું-મોટું હરકોઈ કામ બહેનો પોતાને હાથે જ કરે, કે જેથી ભવિષ્યની જિંદગીમાં તેમને કોઈનું ઓશિયાળાપણું કરવાનું ન રહે.
“મારું ત્રીજું સૂચન એ છે કે બધી જ બહેનોને નિયમિત કસરત કરાવવાનું આ સંસ્થામાં ફરજિયાત હોવું જોઈએ.
“મારો એવો અનુભવ છે કે જ્યાં જ્યાં સ્ત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાં-ત્યાં તેમણે તે અદા કરી પોતાનું ખમીર બતાવ્યું છે. તો આ સંસ્થામાં મોટા ભાગની ટ્રસ્ટીઓ બહેનો જ હોવી જોઈએ. આજે જો આપણા રાષ્ટ્રનો વહીવટ એક
સ્ત્રીના હાથમાં હોય, તેમ જ એકાદ-બે રાજ્યના મુખ્યમંત્રી પણ સ્ત્રી હોય, તો આ સંસ્થા ચલાવવામાં ખંતીલી શિક્ષિત બહેનો મેળવવાનું મુશ્કેલ હોવું ન જોઈએ.
આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલય સ્થપાતાં આપણા સેંકડો અને હજારો વિદ્યાર્થીઓ તે સંસ્થાની મારફતે જિંદગીમાં ઘણો મોટો લાભ ઉઠાવી શકા છે; તો મને આશા છે કે જો શિક્ષિત અને સંસ્કારી બહેનની નેતાગીરી તળે આ સંસ્થા મૂકવામાં આવે તો તેનો પણ તેવો જ વિકાસ સાધી શકાય.”
જાણીતા ધર્માનુરાગી શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠે આ પ્રસંગે બોલતાં ધાર્મિક અભ્યાસમાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ અવશ્ય કરાવવો જોઈએ એમ કહીને, એ માટે પોતાનાં બહેન અને શ્રાવિકાશ્રમનાં સ્થાપક શ્રીમતી સૂરજબહેનનું પાંચ હજાર રૂપિયાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org