________________
૩૫૬
જિનમાર્ગનું જતન વેગ આપવામાં તેઓ પોતાનાં ઊંઘ, આરામ અને આહારને તથા પોતાની નાદુરસ્ત તબિયતને સુધ્ધાં વીસરી જતા હતા. આવા ગુરુભક્ત પટ્ટધર સ્મારકની વાતને વીસરી જાય એ ન બનવા જેવી બાબત હતી. તેઓનું અંતર આ વાતની સતત ચિંતા કર્યા કરતું હતું, ફક્ત તેઓ યોગ્ય સમયની રાહ જોતા હતા.
અને તેઓએ પોતાની દીર્ઘદૃષ્ટિથી આ માટેનો સમય પાકી ગયાનું સાતેક વર્ષ પહેલાં જોઈ લીધું, અને આ કાર્યને પૂરું કરવાની જવાબદારી કોને સોંપવી એનો નિર્ણય પણ મનોમન કરી લીધો. એટલે સને ૧૯૭૩ (વિ.સ. ૨૦૨૯)માં એમણે, વડોદરાસ્થિત સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીને વલ્લભ-સ્મારક રચવાની યોજનાને ઝડપથી સાકાર કરવા માટે દિલ્હી પહોંચવાનો આદેશ આપ્યો. સાધ્વીજી મહારાજે પણ, જરા ય વિમાસણ અનુભવ્યા વગર, ધન્યતા અને પૂરા ઉલ્લાસની લાગણીપૂર્વક, આ આદેશને શિરસાવંદ્ય કર્યો. એ વખતે એમણે તો એવો જ ભાવ અનુભવ્યો હશે કે પોતાના ગુરુદેવનો આવો વાત્સલ્ય અને વિશ્વાસથી ઊભરાતો આદેશ પોતાને સહજ ભાવે મળવો એ ખરેખર, સંયમ-જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે!
- ત્રણ-સાડાત્રણ મહિના જેટલા ટૂંકા સમયમાં એક હજાર કિલોમીટર જેટલો લાંબો પંથ કાપીને, તેઓ ચોમાસા પહેલાં સમયસર દિલ્હી પહોંચી ગયાં. પોતાના ગુરુદેવની વિશિષ્ટ આજ્ઞા અને શ્રી વલ્લભસ્મારકની રચનાનું એક નમ્ર નિમિત્ત બનવાની પોતાને મળેલી વિરલ તક તેઓમાં અસાધારણ શક્તિ અને ભક્તિ પ્રગટાવતી હતી.
એટલે દિલ્હી પહોંચીને વર્ષોથી વીસરાઈ ગયેલા વલ્લભ-સ્મારકના એ જંગી કાર્યને શરૂ કરાવવાની પ્રવૃત્તિમાં તેઓ પૂર્ણયોગથી પરોવાઈ ગયાં.
આ સ્મારક રચવાના કાર્યને વેગ આપવાની જવાબદારી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી ઉપર નાખવાનો આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજનો નિર્ણય કેવો દૂરંદેશીભર્યો, સાચો અને પરિણામલક્ષી હતો એની સાક્ષી પછીની ઝડપી ઘટનાઓ પૂરે છે. આચાર્યશ્રીએ તા. ૩૦-૬-૧૯૭૪ના રોજ દિલ્હીમાં પ્રવેશ કર્યો તે પહેલાં જ, તારીખ ૧૫-૬-૧૯૭૪ના રોજ દિલ્હીના પરા રૂપનગરથી બાર કિલોમીટર દૂર સત્તાવીશ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખરીદી લેવામાં આવી. (પાછળથી આ જમીનની લગોલગ બીજી ચૌદ હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી. આ રીતે આ સ્મારક કુલ એકતાલીસ હજાર ચોરસ મીટર જમીન ઉપર રચવામાં આવશે.) તા. ૨૭-૧૨-૧૯૭૪ના રોજ આચાર્યશ્રીએ એ ધરતી ઉપર જાતે પધારીને પોતાની ખુશાલી વ્યક્ત કરી અને પોતાના અંતરના આશીર્વાદ આપ્યા.
આ સ્મારક-ભવન ભારતીય તેમ જ જૈન સંસ્કૃતિની શિલ્પકલાનો એક સુંદર નમૂનો બને એ રીતે એના નકશા (પ્લાન) તૈયાર કરવાની કામગીરી શેઠ આણંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org