________________
૩૫૫
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૮
આટલી જંગી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એમાં પંજાબના શ્રીસંઘની દેવગુરુ-ધર્મ પ્રત્યેની ઉત્કટ શ્રદ્ધા-ભક્તિનાં તથા અતિમુશ્કેલ કાર્યને પણ સાંગોપાંગ પાર પાડવાની વિશિષ્ટ કાર્યશક્તિનાં જે સુભગ દર્શન થયાં તે ચિરસ્મરણીય અને બીજાઓને માટે પ્રેરક છે. આ પ્રસંગનું બહુ જ ટૂંકમાં મૂલ્યાંકન કરવું હોય તો એમ કહેવું જોઈએ કે બાહ્ય વ્યવસ્થા તથા આંતરિક કાર્યવાહી – એ બંને દૃષ્ટિએ આ વિશાળ સમારોહ એક ધર્મપ્રભાવક સમારોહ તરીકે યાદગાર બની ગયો.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના એક આદર્શ શ્રમણ તરીકેના જીવન તેમ જ સંઘ અને સમાજના ઉપકારક સંતપુરુષ કે સંઘનાયકસમા કાર્યને અનુરૂપ એક સુંદર અને ભવ્ય સ્મારક ભારતના પાટનગર દિલ્હીમાં રચવાનો વિચાર તો છેક પચીસ વર્ષ પહેલાં, તેઓના કાળધર્મ નિમિત્તે મુંબઈમાં મળેલ શ્રદ્ધાંજલિ-સભામાં જ, કરવામાં આવ્યો હતો. આ વિચારને અમલી બનાવવાની જવાબદારી પણ પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાએ સહર્ષ સ્વીકારી હતી; અને એ રીતે પોતાના પરમ ઉપકારી ગુરુવર્ય પ્રત્યેનું યત્કિંચિત્ ઋણ ચૂકવવાની સોનેરી તક પોતાને મળવાથી ધન્યતા અનુભવી હતી. આચાર્યશ્રીના સ્વર્ગવાસ વખતે સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજી મહારાજ તથા એમનાં પુત્રી-શિષ્યા સાધ્વીજીશ્રી મૃગાવતીશ્રીજી વગેરે પંજાબમાં જ હતાં. એટલે એમણે પણ ઊંડી ગુરુભક્તિથી પ્રેરાઈને આ વિચારનો અમલ થાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યો. ઉપરાંત પંજાબ-સંઘના વગદાર અને ભાવનાશીલ અગ્રણીઓએ પણ આ માટે પ્રયાસ કરવામાં કશી ઊણપ ન રાખી.
એમ કરતાં-કરતાં, અઢાર વર્ષ જેટલો લાંબો ગાળો વીતી ગયો. આથી એમ પણ લાગ્યું કે જાણે, ધીમેધીમે એ વાત વિસારે પડી ગઈ છે !
પણ આચાર્યપ્રવરના સ્મારકનું આ વિચારબીજ ખમીરવંતું હતું. એમાંથી સફળતાનો છોડ ઊગી નીકળે એ માટે એની ખાતર-પાણીથી યોગ્ય માવજત કરનારની જ જરૂર હતી. અને ભલે બીજા ગુરુભક્તો આ વાતને વીસરી ગયા હોય, પણ એક મહાપુરુષના અંતરમાં આ વિચાર સમયના વીતવા સાથે શિથિલ થવાને બદલે, વધુ ને વધુ દઢ બનતો જતો હતો, અને આચાર્ય-મહારાજનું સ્મારક દિલ્હીમાં વહેલામાં વહેલું બને એ માટેની એમની ઝંખના તીવ્ર બનતી જતી હતી.
આ મહાપુરુષ તે આચાર્ય-મહારાજના પટ્ટધર પ્રશાંત-સ્વભાવી, જૈનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ. તેઓ પોતાના ગુરુદેવ પ્રત્યે એવી અનન્ય ભક્તિ ધરાવતા હતા, કે જાણે કાયાની છાયા જ સમજો ! પોતાના ગુરુવર્યના કાળધર્મ પછી, એક વફાદાર અને સમર્થ સૈનિક તરીકે, સમાજઉત્કર્ષના તેઓના જીવનકાર્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org