________________
૩૫૪
જિનમાર્ગનું જતન બનાવવાનો તેમ જ વિદ્વાનોને માટે સુલભ કરી આપવાનો આ એક સોનેરી અવસર ઊભો થયો છે. અને તેથી અમે ઇચ્છીએ છીએ કે આપણા જે મુનિવરો, સંઘો કે ગૃહસ્થો પાસે આવા હસ્તલિખિત (તેમ જ મુદ્રિત પણ) ગ્રંથો હોય, તેઓ પોતાના એ ગ્રંથસંગ્રહો આ ભારે વિશ્વાસપાત્ર અને આશાસ્પદ સંસ્થાને ભેટ આપે; અને એમ કરીને એ ગ્રંથોની પૂરતી સાચવણી પાકી કરીને જ્ઞાનસેવાના આ મહાન કાર્યમાં પોતાનો ફાળો આપે. આ કાર્યમાં જેમ જૈનો પોતાનો હિસ્સો આપી શકે, તેમ જૈનેતરો પણ અવશ્ય આપી શકે છે.
સાથે-સાથે અમે એમ પણ ઈચ્છીએ છીએ કે અમદાવાદમાં આવનાર પ્રત્યેક સાધુ-સાધ્વી તેમ જ વિદ્યાપ્રેમી ભાઈ-બહેનો સરસ્વતી-માતાના આ વિશિષ્ટ મંદિરનાં દર્શન-સેવન કરવાનું ન ચૂકે.
ગુજરાતની શોભારૂપ આ સંસ્થાના ઉત્કર્ષમાં સહુ કોઈ પોતાનો સક્રિય સાથ અને સહકાર આપે એવી અભ્યર્થના.
| (તા. ૩૧-૧-૧૯૫૯)
(૮) આ. વિજયવલ્લભસૂરિજીનું
મૂલ્યલક્ષી, બહુલક્ષી સ્મારક ભક્તિ, કર્તવ્યબુદ્ધિ અને સમાજસેવાની વ્યાપક ભાવના જાગી ઊઠે, તો અતિ મુકેલ કે અશક્ય જેવું લાગતું કામ પણ કેવું સહેલું અને સરળ બની જાય છે, આવું વિરાટ કાર્ય કરવાની શક્તિ-અશક્તિનો ખ્યાલ કેવો વીસરાઈ જાય છે અને જનસમૂહનું અંતર ઉત્સાહ, કાર્યનિષ્ઠા અને આશપ્રેરક શ્રદ્ધાથી કેવું ઊભરાઈ જાય છે એ વાતની પ્રતીતિ કરાવતા પ્રસંગો કયારેક-ક્યારેક બનતા રહે છે. કર્તવ્યનિષ્ઠાના આવા પ્રસંગોમાંથી પ્રેરણાનું વિશિષ્ટ બળ મેળવીને, સામાન્ય જનસમૂહ પણ મોટું અને ગજા ઉપરાંતનું લાગે એવું સાહસ ખેડવાની હામ પણ દાખવે છે.
તાજેતરમાં, ગત નવેમ્બર માસના છેલ્લા અઠવાડિયાની ૨૮મીથી ૩૦મી તારીખના ત્રણ દિવસ દરમ્યાન, દિલ્હીમાં શાસનપ્રભાવક સાધ્વીજી મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી, તેઓના જ સાંનિધ્યમાં આવો જ એક વિશાળ, વિરલ અને દાખલારૂપ શિલાન્યાસ-સમારોહ મોટા પાયે ઊજવાયો. એ નિમિત્તે શ્રી જૈન શ્વે. મૂ.પૂ. કૉન્ફરન્સનું ચોવીસમું અધિવેશન પણ ગોઠવીને જૈનશાસનની હિતવૃદ્ધિનું એક ગંભીર કાર્ય પણ વિરલ કર્તવ્યનિષ્ઠાથી સાથે ગૂંથી લેવાયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org