________________
૧૩૪
જિનમાર્ગનું જતન
દૃષ્ટિએ પણ સરવાળે આગળ વધારનાર પ્રજાજૂથના પુરુષાર્થમાં દખલ કરવાથી સરકારે દૂર રહેવું ઘટે.
જ્યારે આ આદર્શનો અમલ કરવાની વાત આવે છે, ત્યારે શાકાહાર અને માંસાહારની તુલના આપમેળે જ પ્રસ્તુત થાય છે. શાકાહારમાં ઓછી જીવહિંસા રહેલી છે એ તો સિદ્ધ થયેલી હકીકત છે. વળી જે પ્રજાઓ કે સમાજોમાં માંસાહાર પ્રચલિત છે, તેવી પ્રજાઓ કે એવા સમાજોમાં એવા પણ અનેક ધર્મસ્થાપકો, પેગંબરો કે ધર્મગુરુઓ થઈ ગયા છે, કે જેમણે છેવટે માંસાહારના ત્યાગનું જ ઉદ્બોધન કર્યું – ભલે પછી તેની સીધી અસર તે લોકસમૂહના ખાનપાન ઉપર ઓછી થઈ હોય કે સમૂળગી ન થઈ હોય. એટલે ધર્મદૃષ્ટિએ તો માંસાહારનો ત્યાગ અને શાકાહારથી જીવનનિર્વાહ એ જ રાજમાર્ગ છે. વળી ૫૨દેશોમાં છેલ્લા કેટલાય દાયકાઓથી શાકાહાર તરફનું વલણ જે રીતે વધી રહ્યું છે, તે પણ ધ્યાનમાં લેવા જેવું છે.
જો લેખકની દૃષ્ટિ વ્યાપક હોત અને તેઓ દીવા જેવા સત્યને પણ ઉવેખવા માગતા ન હોત, તો તેઓ શાકાહારમાં ઓછી હિંસા અને માંસાહારમાં વધુ હિંસા હોવાના વિચારને માટે એવું હાસ્યાસ્પદ વિધાન હરગિજ ન કરત કે “તે એકપક્ષી વિચાર છે, અને કેવળ શાકાહારી જનવર્ગના હૃદયની અરેરાટીભરેલી લાગણીમાંથી જન્મેલો ખોટો ને ભ્રામક વિચાર છે.’
જાણે એમ લાગે છે, કે આમ લખીને લેખક શાકાહાર અને માંસાહારની વચ્ચે, બીજી દૃષ્ટિઓ ઉપરાંત, હિંસાના ઓછા-વધતાપણાની દૃષ્ટિએ જે સુસ્પષ્ટ ભેદરેખા રહેલી છે, તેને સમજવાનો જ ઇન્કાર ભણે છે.
પણ લેખક આટલેથી જ નથી અટકતા; એ તો એમને દેખાતી પ્રચ્છન્ન હિંસાની ફિકર પણ કરે છે : “ખાનારને જે ખાવાની ઇચ્છા છે, તે તેને ખાવા ન દઈને તેની લાગણી દૂભવી માછલાં બચાવ્યાની અહિંસાનો મિથ્યા સંતોષ માનવો તે શું એક પ્રકારની પ્રચ્છન્ત હિંસા નથી વારુ ?'
આ રીતે તો ચોરને ચોરી કરતો અટકાવીને માલિકની વસ્તુને ચોરાઈ જતી બચાવી લેવી એમાં પણ ચોરનું દિલ દૂભવવાનું પ્રચ્છન્ત હિંસા કરવા જેવું જ થાય ને ? શું લેખકને આ વાત મંજૂર છે ખરી ?
વળી આગળ ચાલતાં લેખક કહે છે: “માછલીની લાગણી કરતાં માનવીની લાગણી સામે આપણે સ્વાભાવિકપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ.”
– કેમ જાણે માછલી આપણી પાસે ફરિયાદે આવી હોય અને આપણે ઊંચે આસને બેસીને લાગણીના તોલમાપનો ફેંસલો આપવા ન બેઠા હોઈએ ! ખરી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org