________________
૧૭૭
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૪ માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે ઝીણા-ઝીણા જીવજંતુઓની દયામાં આપણે માનવદયાને જ વીસરી ગયા છીએ!
આ નાલેશી ત્યારે જ દૂર થઈ શકે, જ્યારે આપણે આપણી બુદ્ધિ, શક્તિ અને સંપત્તિને રૂઢ ક્રિયાકાંડો કે વિધિવિધાનોમાં વધારે પ્રમાણમાં વાપરવાને બદલે, જનસેવામાં વાપરવાની સમતુલા જાળવીએ. દીન-દુઃખીજનોની પ્રત્યક્ષ સેવા એ પણ પ્રભુને પામવાનો એક ઉત્તમ અને કારગત ઉપાય છે એમ માનીને, તથા જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને એ દિશામાં નવપ્રસ્થાન કરવા કૃતનિશ્ચય બનીએ. આમ કરવું હોય તો ખ્રિસ્તી ધર્મની આ અંગેની વિશ્વવ્યાપી પ્રવૃત્તિઓ ઉત્તમ માર્ગદર્શક બની શકે એવી છે.
આવી પ્રવૃત્તિથી દુનિયાભરના દેશોમાં ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રચાર થવામાં તેમ જ એના અનુયાયીઓની સંખ્યા બીજા બધા ધર્મોના અનુયાયીઓની સંખ્યા કરતાં વધવામાં પણ ઘણી સહાયતા મળી છે એ સાચી વાત છે, છતાં ખ્રિસ્તી ધર્મના કેટલાંક મિશનરીઓ, પાદરીઓ તથા ધર્મભગિનીઓ એવાં પણ હોય છે, જે દીન-દુઃખી માનવીઓને ખ્રિસ્તી બનાવવાની લાલચમાં પડ્યા વગર, માત્ર દુખિયાંઓનું દુઃખ દૂર કરવાની કલ્યાણબુદ્ધિથી જ એમની સેવા કરે છે, અને એમ કરીને પોતાના પ્રભુને પ્રસન્ન કરવાનો કે પામવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત, જે ધર્મના અનુયાયીઓ પોતાના દુઃખના નિવારણ માટે નિઃસ્વાર્થભાવે આવી સેવાઓ આપતા હોય એમના ધર્મ પ્રત્યે એવા દુઃખમુક્ત બનેલા જનોના અંતરમાં આદર અને ભક્તિની લાગણી જન્મે એ સ્વાભાવિક છે – માનસશાસ્ત્રનો નિયમ જ કંઈક એવો છે, કે આ પ્રમાણે બન્યા વગર ન રહે. પણ “ખ્રિસ્તી ધર્મની દીન-દુઃખી જનોની સેવાની પાછળ તો એમનું પોતાના ધર્મમાં ધર્માતર કરાવવાની ભાવના રહેલી છે' એવી અર્ધસત્ય કે સત્ય માન્યતાને માત્ર ઓઠું બનાવીને ગરવા સેવાધર્મની ઉપેક્ષા જ કરવામાં આવે, તે તો અધર્મ જ લેખાય.
આ પ્રશ્નની અહીં આટલી ચર્ચા કરવાનું કારણ આ પ્રમાણે છે:
અમદાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણ-સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક શ્રીયુત નટવરભાઈ રાવળે લખેલ “મધર ટેરીઝા' નામે પુસ્તિકા ચારેક મહિના પહેલાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી છે. એમાં સને ૧૯૧૦માં યુરોપમાં યુગોસ્લાવિયામાં જન્મેલાં અને અંતરની ઉત્કટ કરુણાભાવનાથી પ્રેરાઈને, દીન-દુઃખી-રોગી ભારતવાસીઓની સેવામાં, જનસેવા દ્વારા પ્રભુના પ્યારા બનવાના ઉમદા આશયથી, ત્રણેક દાયકાથી પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કરી દેનાર મધર ટેરીઝા નામે ખ્રિસ્તીધર્મનાં એક સેવિકાની ટૂંકી, છતાં હૃદયસ્પર્શી કથા આપવામાં આવી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org