________________
૩૩૦
જિનમાર્ગનું જતન
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં જુદા જુદા હેતુઓ માટે સ્થપાયેલી નાની-મોટી અનેક સંસ્થાઓ મોજૂદ છે; એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી આર્થિક રીતે ભારે સમૃદ્ધ સંસ્થાનો પણ સમાવેશ થાય છે. આમ છતાં સમાજના પ્રત્યેક અંગના વિકાસની જેની પાસેથી આશા રાખી શકાય, અને ઉપર જણાવેલ પાંચે ક્ષેત્રોને સમાન રીતે પોષણ આપીને સમાજનો સર્વાગીણ ઉત્કર્ષ સાધવાનું કાર્ય હાથ ધરી શકે, એવી સંસ્થા તો એકમાત્ર આપણી આ ભા. જે. (મૂર્તિપૂજક) કૉન્ફરન્સ જ છે. આપણી બીજી-બીજી સંસ્થાઓમાં તો એવી સ્થિતિ પ્રવર્તે છે કે તે પોતપોતાના ઉદ્દેશ મુજબ અમુક ક્ષેત્રને જ સ્પર્શી શકે છે અને બીજાં ક્ષેત્રો તેને માટે અસ્પૃશ્ય જેવાં થઈ જાય છે; આટલું જ શા માટે ? કોઈ-કોઈ સંસ્થા તો પોતે આગળ આવીને કામ કરવું તો દૂર રહ્યું, જેઓ આવું કામ કરતા હોય તેમનાં કામમાં અવરોધો ઊભા કરીને એ કામને તોડી પાડવાની ભાંગફોડિયા પ્રવૃત્તિ આચરતાં પણ અચકાતી નથી!
આ દૃષ્ટિએ જોતાં આપણી કૉન્ફરન્સ પ્રત્યે અમને ભારે મમતા છે. ભલે કોઈ કોઈ સમયે એ નબળી માલુમ પડતી હોય, તો પણ સમાજની ઉન્નતિ માટે પ્રત્યેક ક્ષેત્રનો વિચાર કરી શકે અને પ્રત્યેક ક્ષેત્રના વિકાસ માટેનો કાર્યક્રમ જૈન સમાજ સમક્ષ રજૂ કરી શકે એવી આ એક જ સંસ્થા આપણી પાસે છે.
ભૂતકાળમાં – ભલે નાના પાયા ઉપર પણ – જૈનસંઘમાં ધર્મભાવના સ્થિર કરવા માટે, તીર્થોની રક્ષા માટે, સમાજના કુરિવાજો દૂર કરવા માટે, કુરૂઢિઓને દેશવટો દેવા માટે, જેનોનું રાજદ્વારી મહત્ત્વ વધારવા માટે, ધાર્મિક અને સાર્વજનિક શિક્ષણના પ્રચાર માટે, અને સમાજની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે – આમ પ્રત્યેક દિશામાં કોઈ એક જ જૈન સંસ્થાએ કામ કર્યું હોય, તો તે કેવળ આપણી કોન્ફરન્સ જ છે. એટલે ભવિષ્ય માટે પણ એ જ આપણને સાચો રાહ બતાવશે એવી આશા અસ્થાને નહીં ગણાય.
આ આશા અને મમતાથી પ્રેરાઈને અમે અત્યારના તબક્કે કૉન્ફરન્સના અધિવેશન વખતે તેને પ્રતિનિધિ-બંધુઓને ઉદ્દેશીને આ લખીએ છીએ.
ઉપર જણાવ્યું તેમ, સમાજના સર્વાંગીણ વિકાસ માટે પાંચ ક્ષેત્રોનો સમાન રીતે વિકાસ કરવાની જરૂર હોવા છતાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બળે કોઈ સમયમાં અમુક પ્રશ્ન એવો ઉગ્ર બની જાય છે, કે તે વખતે બીજા પ્રશ્નો ગૌણ જેવા બની જાય છે - બનાવી દેવા પડે છે. આ રીતે જોતાં અત્યારે સમાજ સમક્ષ સૌથી વિકટ સમસ્યા આર્થિક વિષમતાને કેમ કરીને પહોંચી વળવું તે છે. જાણે પૈસો પડખું બદલતો હોય એમ, આજે ધન એક માનવ-સમૂહના હાથમાંથી સરી જઈને બીજે વાસ કરવા લાગ્યું છે. આ સ્થિતિમાં જૈન સમાજની આર્થિક સ્થિતિને વણસતી અટકાવવી એ કામ ભારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org