________________
૩૩૨
જિનમાર્ગનું જતન પહેલાં પણ વિચાર્યું હતું અને અત્યારે પણ એ વિચારે છે. આવી સીધી મદદ માટે સહુ શ્રીમંતોએ પોતાની લક્ષ્મીને રેલાવી દેવી જોઈએ એ કહેવાની જરૂર ન હોય.
પણ આવી સીધી મદદથી આપણે સમાજનું આર્થિક દુઃખ ભલે અમુક અંશે તત્કાળ પૂરતું હળવું કરી શકીએ, પણ એનો કાયમી ઉકેલ તો તે-તે ધંધાની જોગવાઈ અને સામાજિક ખર્ચાઓના ઉકેલથી જ આવવાનો છે એ આપણે ખૂબ સમજી રાખીએ.
ચજદ્વારી ક્ષેત્રમાં પ્રવેશ – અર્થપરાયણ બનતો જઈને જૈન સમાજ ધીમેધીમે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત જેવો બની ગયો છે; પણ આ રીતમાં હવે પલટો આણ્યા. વગર ચાલે એમ નથી. આપણે એ પુરવાર કરી આપવું જોઈએ કે જૈન સમાજ જેમ પોતાના કલ્યાણનો વિચાર કરે છે, તેમ રાજદ્વારી ક્ષેત્રમાં રહીને આખા દેશના કલ્યાણનો પણ ભાગીદાર બની શકે છે. આમ થતાં આપણને બેવડો લાભ થશે: આપણી તાકાત વધતી જશે, અને પરિણામે બીજા સમાજોમાં એક સમર્થ અને જાગૃત સમાજ તરીકે આપણી પ્રતિષ્ઠા સ્થપાશે. રાજકારણ એ આજના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે એ આપણે ન ભૂલીએ.
કેળવણીમાં પ્રગતિ - બીજી રીતે નહીં, તો છેવટે આપણે કથળેલી આર્થિક મુકેલીને દૂર કરવાની દૃષ્ટિએ પણ આપણા સમાજનાં યુવાનો-યુવતીઓને સાર્વજનિક શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધારવાની ખાસ જરૂર છે. દેશના હુન્નર-ઉદ્યોગ, કળા અને વિદ્યાના એકએક ક્ષેત્રમાં આપણો યુવાવર્ગ પાવરધો બને, તો આપણી આર્થિક સ્થિતિ તો સુધરે જ; સાથેસાથે આપણો પ્રભાવ પણ પ્રસ્થાપિત થાય. જૈનો એકાંગી વણિકુવૃત્તિથી કે ક્વચિત્ વ્યર્થ ધર્મઘેલછાને લીધે કેળવણી પ્રત્યે જે ઉદાસીનતા કે સૂગ ધરાવે છે તે સાવ અસ્થાને છે. કૉન્ફરન્સના પ્રતિનિધિબંધુઓ આ વાત બહુ સ્પષ્ટ રીતે સમાજ સમક્ષ રજૂ કરે એમ અમે ઇચ્છીએ છીએ. . વળી જેની માત્ર પ્રશંસા કરતાં આપણે થાકતા નથી એ આધુનિક અભ્યાસીઓમાં વખણાયેલું જૈન સાહિત્ય સુચારુ રૂપમાં દેશ અને દુનિયા સમક્ષ રજૂ થાય એ પણ બહુ જરૂરી છે. છેવટે આપણી પ્રતિષ્ઠા આપણા આ સાહિત્યને વિશ્વ સમક્ષ યોગ્ય રૂપે રજૂ કરવાથી જ વધવાની છે એ આપણે ખૂબ સમજી રાખીએ. આ રીતે વિચારતાં, આપણા કોઈ પણ સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય વિદ્વાનના અમુક વિચાર આપણી રૂઢ માન્યતા સાથે બંધબેસતા નહિ આવવાથી તેમની તરફ ઉદાસીન બનવાની જે કુટેવ આપણે કેળવી છે, તેને દૂર કરવાની બહુ જરૂર છે.
મુનિવરોનો પ્રશ્ન – જૈન સમાજની પ્રગતિનો આધાર એના શ્રમણ સંઘ ઉપર વધારે હોવાના લીધે આનો પણ વિચાર કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે આ પ્રશ્ન કેટલાકને મન બહુ આળો છે, અને એનું ઉચ્ચારણ કરવું પણ કેટલાકને ભયાવહ લાગે છે! પણ આંખ મીંચવામાત્રથી અણગમતી પરિસ્થિતિ બદલાઈ જતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
al Use Only
www.jainelibrary.org