________________
૩૩૬
જિનમાર્ગનું જતન
હોવાનો છે. પેઢીના આ દાવા સામે અમારે કશું કહેવાનું નથી; પણ પોતાની જાતની આ રીતની ઓળખાણ કરાવવામાં પેઢી પોતાની મેળે જ પોતાના ઉપર જે ભારે જવાબદારી સ્વીકારી લે છે તે તરફ ધ્યાન દોરવું જરૂરી છે. પેઢી જ્યારે આવું મોટું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ, આખી કોમના સાર્વત્રિક વિકાસ માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવાની જવાબદારી એના માથે આવી જ પડે છે. આ પ્રયત્નોમાં કોમની શિક્ષણવિષયક, સાહિત્યવિષયક, સંસ્કારવિષયક, દરિદ્રતાનિવારણવિષયક – એમ જાતજાતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એ બરાબર સમજી લેવું ઘટે. એ બધાને પહોંચી વળવાની પ્રામાણિક ભાવના હોય તો જ આવા પ્રતિનિધિપણાનો દાવો કરી શકાય.
વિશે દુઃખની વાત તો એ છે, કે એક તરફ પેઢી પોતાની જાતને સમસ્ત શ્વે. મૂ. જૈન કોમના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે, ત્યારે બીજી તરફ પેઢીની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર (અથવા એકમાત્ર કેન્દ્ર પણ કહીએ તો ખોટું નથી) તીર્થોનો વહીવટ જ રહ્યું છે. તીર્થોનો, જિન-મંદિરોનો સુચારુ વહીવટ એ બહુ જ જરૂરની વસ્તુ છે એની કોઈથી ના પાડી શકાય તેમ નથી; પણ જેનો દાવો સમસ્ત કોમના પ્રતિનિધિ હોવાનો હોય તે સંસ્થા, બહુ જ થોડા અપવાદ સિવાય, માત્ર તીર્થોના વહીવટ પૂરતી જ પોતાની પ્રવૃત્તિઓને મર્યાદિત રાખે એ પણ બરાબર નથી. એણે તો પોતાના પ્રતિનિધિત્વને ચરિતાર્થ કરવા કોમના કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ સફળ રીતે અને સાચા દિલથી હાથ ધરવી જ જોઈએ. નહીં તો અસત્યનો આરોપ એના શિરે આવ્યા વગર ન રહે.
જૈન સમાજમાં ઊભા થયેલા બીજા-બીજા અનેક પ્રશ્નોને બાજુએ રાખીએ, તો પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં કેવળ આપણાં જુદાં જુદાં તીર્થસ્થાનો અંગે પણ જે અનેક સવાલો ઊભા થયા હતા, એમાંના કેટલાયનો ઉકેલ આણવામાં આ સંસ્થાએ આપવો જોઈતો ફાળો નથી જ આપ્યો એ એક હકીકત હોવા છતાં, જ્યારે-જ્યારે કોઈ પણ તીર્થક્ષેત્ર ઉપર મુસીબત આવી પડે છે, ત્યારે પહેલવહેલી સૌકોઈની દૃષ્ટિ આ સંસ્થા તરફ જ જાય છે તેનું એક કારણ જૈન સમાજે સંસ્થાને આપેલી આર્થિક સધ્ધરતા છે, અને મુખ્ય કારણ તીર્થરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળવાને લીધે એ સંસ્થાને સાંપડેલી પ્રસિદ્ધિ છે. આવી આર્થિક દૃષ્ટિએ માતબર અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મોભાદાર સંસ્થાએ બીજા-બીજા નહિ તો પણ છેવટે તીર્થસ્થાનો અંગેના તમામ પ્રશ્નોમાં આગેવાની લીધી હોત અને એવા પ્રશ્નોના નિકાલની જવાબદારી સ્વીકારીને એના ઉકેલમાં પોતાનો યોગ્ય ફાળો આપ્યો હોત તો ય એનો સમસ્ત જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો વધુ દીપી નીકળત એમાં શક નથી.
ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org