________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૩
૩૩૭ આ સંસ્થા સમસ્ત થે. મૂ. જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે કે નહીં – એ વિવાદમાં ન પડતાં, એનો એ દાવો કબૂલ રાખીએ, તો એટલું તો કહેવું જ પડે એમ છે કે એ સંસ્થાના વહીવટ માટે અત્યારે જે વ્યવસ્થા પ્રવર્તે છે તે એ દાવાને છાજે એવી નથી; એટલું જ નહીં, કોઈ-કોઈ પ્રસંગમાં તો એ દાવાની વિરુદ્ધમાં જાય એવી છે. આ વાતની ખાતરી એ સંસ્થાએ પોતાના વહીવટના દફતરમાં જેમનાં નામ દાખલ ન હોય એવાં કેટલાંક તીર્થસ્થાનો અંગે અખત્યાર કરેલી નિષ્ક્રિયતાની નીતિમાં મળી રહે છે. કોઈકોઈ વાર તો એ જોઈને એમ જ થઈ જાય છે કે સંસ્થા જાણે વૃદ્ધાવસ્થાનો થાક અનુભવી રહી છે, અને નવી-નવી જોખમદારી વહોરવાથી અળગી રહેવા માગે છે. વહીવટદાર પ્રતિનિધિઓને:
જેઓ પેઢીના વહીવટદાર પ્રતિનિધિ હોવાનો માનભર્યો હોદ્દો ધરાવે છે, તેઓએ સમજવું ઘટે, કે પેઢી જેવી માતબર સંસ્થા પોતાના નામને છાજે તેવી વિશાળ પ્રવૃત્તિ હાથ ધરે કે નહીં તેની સઘળી જવાબદારી કેવળ તેઓની જ છે. આજે પેઢીમાં તેઓનું જ એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે, તેઓનું જ કર્યું બધું થાય છે અને તેઓ હાથ ધરવા તૈયાર ન હોય એવી પ્રવૃત્તિ સંઘના કલ્યાણની દષ્ટિએ ગમે તેટલી આવશ્યક હોય, છતાં સાવ રખડી પડે છે. જે કોઈ ત્યાં વહીવટ કરવા જાય છે, તે સંસ્થાના કાર્યને વેગપૂર્વક આગળ વધારવા અને એ સંસ્થા જે કોમનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો કરે છે તે કોમને બળવાન અને ગૌરવયુકત બનાવવા જ જાય છે. આ કામ તેઓ કેટલા દરજ્જ બજાવી શકે છે, બજાવી શકયા છે એનો તાગ તેઓ પોતાના અંતરને પૂછીને જ કાઢે. આ માટે વધુ કહેવાની જરૂર નથી.
જૈન કોમને છિન્ન-ભિન્ન કરનારા અનેક પ્રસંગો આવ્યા, છતાં એવા કટોકટીના પ્રસંગે પેઢીએ કેવી સેવા બજાવી છે એ તો બહુ જાણીતી બીના છે. સામાન્ય રીતે પેઢીએ હંમેશા સુંવાળો માર્ગ જ પસંદ કર્યો છે, અને વિવાદાસ્પદ પ્રશ્નો તરફ હંમેશાં આંખમીંચામણાં જ કર્યા છે. કોઈ પણ સંસ્થા માટે આવી સ્થિતિ ગૌરવભરી ન ગણાય.
આજે દિગંબરભાઈઓ અને વિશેષ કરીને સ્થાનકવાસી ભાઈઓ પોતાના સંપ્રદાયમાં ઐક્ય સ્થાપવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે તે ધ્યાન આપવા લાયક છે. પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને અમે વિનવીએ છીએ, કે આ તરફ જરાક ધ્યાન આપો, અને અત્યારનો વખત પારખીને સમાજના કલ્યાણ માટે જે ઘણું જ અગત્યનું કામ કરવાનું છે તે દિશામાં પેઢીના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવો.
અમને લાગે છે, કે આ સંસ્થાના વહીવટ માટે અત્યારે જે બંધારણ છે તે બહુ જ સંકુચિત છે; અને તે એવી રીતે ઘડાયેલ છે કે જેથી એમાં આખા જૈન સમાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org