________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૪
૩૩૯
અમુક રીતે તો જાણે પેઢીના ઘડવૈયા તેઓ જ હોય એવું દેખાય છે, જ્યારે વ્યવહારમાં સ્થિતિ એથી સાવ વિપરીત છે. પણ સ્થાનિક પ્રતિનિધિઓ જો બરાબર જાગતા રહે અને વહીવટદાર પ્રતિનિધિની કામગીરીથી રજેરજ માહિતગાર રહે, તો આજે છે તેના કરતાં જુદી જ સ્થિતિ હોય એમાં શક નથી.
અત્યાર સુધી જે થયું તે ખરું, પણ હવે ભવિષ્યને માટે પેઢીના વહીવટમાં જરૂરી ફેરફાર કરાવવાનું કામ આ બહારગામના પ્રતિનિધિઓનું છે એમ અમે માનીએ છીએ. પેઢીની અત્યારની કામગીરી એના મોટા નામને છાજે એવી વિસ્તૃત નથી જ; એમાં ફેરફાર કરવાની ઘણી જ જરૂર છે. એ કામ જ્યારે પણ થશે ત્યારે બહારગામના પ્રતિનિધિઓના પ્રયત્નથી જ થઈ શકશે. વહીવટદાર પ્રતિનિધિઓ તો એવું રૂઢિચુસ્ત માનસ ધરાવે છે કે કોઈ વાત એમના દિલને અસર કરી શકતી નથી.
ધનવાન માણસ લાંબો સમય ધનવાન રહેવાને કારણે અને પોતાના ધનને લાંબા ભવિષ્યમાં પણ સુરક્ષિત બનાવવાની લાલચે જેમ રૂઢિચુસ્ત બની જાય છે, એવી જ સ્થિતિ આજે પેઢીની બની ગઈ છે. એની આર્થિક સુરક્ષિતતા એવી વધારે પડતી થઈ ગઈ છે, કે એના પરિણામે એ કેટલેક અંશ નિષ્ક્રિય અને જડ બની જાય છે, અને કોઈપણ જાતનું સાહસ કરતાં એનો જીવ ચાલતો નથી. આ સ્થિતિમાંથી પેઢીને ઉગારી લેવી એ આખી કોમની સેવા બજાવવા જેવું પુણ્યકાર્ય છે.
(તા. ૬-૩-૧૯૪૯ અને તા. ૬-૬-૧૯૪૮)
(૪) વિધાસંસ્કારી છાત્રાધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
જૈન સમાજમાં જે ગણીગાંઠી પ્રાણવાન શિક્ષણ સંસ્થાઓ હયાતી ધરાવે છે તે સૌમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય મોખરે આવે એવી સંસ્થા છે.
આ સંસ્થાએ અભ્યાસની સગવડ માટે ફાંફાં મારતા અનેક જૈન વિદ્યાર્થીઓને ભારે આશ્રય આપ્યો છે, અને એમ કરીને જેને વિદ્યાર્થીઓને દેશની જુદી-જુદી આધુનિક વિદ્યાઓમાં નિષ્ણાત બનવાનો સુયોગ કરી આપ્યો છે. સાથેસાથે જૈન સમાજને પણ અનેક વિષયોમાં હોંશિયાર એવા વિદ્યાર્થીઓથી સમૃદ્ધ બનાવ્યો છે. આ રીતે જોતાં આ સંસ્થા જૈન સમાજને માટે ભારે આશીર્વાદરૂપ નીવડી છે.
આ સંસ્થાએ આપણા દેશમાંનાં વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાભ્યાસ માટેની જરૂરી સગવડો વિદ્યાર્થીઓને કરી આપી છે, એટલું જ નહીં, કોઈકોઈ તેજસ્વી વિદ્યાર્થીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org