________________
જિનમાર્ગનું જતન
રસ અને મમત્વ ઉત્પન્ન થતાં નથી. માની લઈએ કે લગભગ પા સદી પહેલાં જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તે તે કાળની દૃષ્ટિએ કદાચ જરૂરી હતું; પણ આજે તો યુગપલટાની દૃષ્ટિએ એમાં અનેકાનેક ફેરફારને ખૂબખૂબ અવકાશ છે એમાં લેશપણ શક નથી. જો આવો ફેરફાર નહીં કરવામાં આવે, તો છતી શક્તિએ અને છતે સાધને તે કંઈ પણ મહત્ત્વની કે ઉલ્લેખનીય કામગીરી નહીં બજાવી શકે.
૩૩૮
વિશેષ અચ૨જ અને વિશેષ દુઃખની વાત તો એ છે, કે એકાદ વાર્ષિક સભાની કામગીરીનો વિગતવાર અહેવાલ બહાર પાડતાં પણ એ સંસ્થા ખચકાય છે. આજે જ્યારે જનતા રાજકારણની ગૂઢમાં ગૂઢ સમસ્યાને પણ જાણવાનો અધિકાર મેળવતી જાય છે, ત્યારે પણ આવી ધાર્મિક સંસ્થા પોતાની કામગીરીને આમ ગોપવ્યા કરે એ કઈ રીતે ઉચિત ગણાય !
જનતાનો અવાજ સવિશેષ સંભળાય અને સાથેસાથે જનતાને પણ એની કામગીરીમાં સવિશેષ રસ જાગે એ માટે નીચેનાં કેટલાંક સૂચનો એ સંસ્થાના આગેવાનો સમક્ષ અમે રજૂ કરીએ છીએ :
(૧) સંસ્થાનું બંધારણ ઝીણવટથી તપાસીને તેમાં ઘટતો ફેરફાર કરવા એક બંધારણ-સમિતિ નીમવી; આ સમિતિમાં કેવળ વહીવટદાર પ્રતિનિધિઓ જ સભ્ય હોય એમ નહીં, બહારના પણ યોગ્ય માણસો એમાં લેવા.
(૨) સ્થાનિક પ્રતિનિધિઓ વધુમાં વધુ નિમાય એવી જોગવાઈ કરવી. (૩) સ્થાનિક પ્રતિનિધિઓના અધિકારો વધારવા જોઈએ, જેથી એમને એની કામગીરીમાં રસ જાગે.
(૪) સંસ્થાની તીર્થ અંગેની તેમ જ બીજી-બીજી કામગીરીનો સત્તાવાર અહેવાલ દર મહિને એક વખત પ્રગટ કરવો અને અખબારોને પૂરો પાડવો. આ કામ અત્યારે બહુ જ અગત્યનું અને તત્કાળ હાથ ધરવા જેવું છે.
(૫) સંસ્થાના કાર્યક્ષેત્રમાં કેવળ તીર્થસ્થાનો કે જિનમંદિરોની વ્યવસ્થાને બદલે સાતે ક્ષેત્રને શુદ્ધ બનાવવાના કાર્યનો સમાવેશ કરવો. (જો કે નામમાત્રથી તો આનો સમાવેશ છે જ, પણ હવે એને અમલી કરવો જોઈએ.)
અમને લાગે છે કે આ અને આવાં અનેક સૂચનો એ સંસ્થાના વહીવટદારોએ આવકારવાનો સમય આવી લાગ્યો છે. આવી માતબર સંસ્થા નબળી કે નિષ્ક્રિય થાય એ કોઈ પણ રીતે ઇષ્ટ નથી.
બહારગામના પ્રતિનિધિઓને –
અમારે વિશેષ કહેવાનું તો પેઢીના સ્થાનિક એટલે કે તે-તે ગામના પ્રતિનિધિભાઈઓને છે. બંધારણીય રીતે સ્થાનિક પ્રતિનિધિનો દરજ્જો ઘણો ઊંચો છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org