________________
૩૨૮
જિનમાર્ગનું જતન કાર્યકરોની આવી જાળવણી નહીં કરીએ, તો આપણી મુશ્કેલી હજી પણ વધી જવાની અને આપણી સંસ્થાઓનો વહીવટ વધારે પ્રમાણમાં કથળી જવાનો.
માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે સ્થપાયેલ આપણાં વિદ્યાર્થીગૃહો, ગુરુકુળો અને બાળાશ્રમોના સંચાલન માટે કુશળ અને કર્તવ્યનિષ્ઠ ગૃહપતિ મેળવવાનું કામ પણ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેથી કોઈક પણ વ્યવહાર અને કારગત માર્ગ શોધીને આ બધી મુશ્કેલીઓનો અંત લાવ્યા વગર ચાલવાનું નથી.
આ માટે શું કરવું જોઈએ, તે અતિ ધનપરાયણ વ્યાપક લોકમાનસને કારણે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. આમ છતાં વિદ્યાર્થીગૃહોના ચાર દાયકા કરતાં પણ વધુ સમયના પ્રત્યક્ષ સંચાલનના પીઢ અનુભવી, સમાજઉત્કર્ષની ભાવનાના લાગણીશીલ પુરસ્કર્તા, એંશી વર્ષની પરિપક્વ વયે પણ લેખનચિંતન-પ્રવચનનો અજબ જુસ્સો ધરાવતા અમારા મુરબ્બી અને હિતચિંતક શ્રીયુત શુલચંદભાઈ હરિચંદ દોશીએ આ અંગે અમારી ઉપરના પત્રમાં ટૂંકમાં જે માર્ગદર્શન કર્યું છે, તે ધ્યાનમાં લેવા જેવું હોવાથી અમે એ અહીં સાભાર રજૂ કરીએ છીએ:
“આજે વિચાર આવ્યો કે તમે એકાદ અગ્રલેખ સંસ્થાના ઘડવૈયાઓને માટે લખો જ લખો. જાણો છો કે ૫૦ જેટલી સંસ્થાઓ છે. જૂના તો આજીવન ગૃહપતિ જેવા હતા. શ્રી શંકરભાઈ, શ્રી જાદવજી વ્યાસ, શ્રી દલપતભાઈ, શ્રી ચીમનલાલ નગીનદાસના મનસુખભાઈ, પાટણના શ્રી માણેકલાલ, સુરેન્દ્રનગરના કીરચંદભાઈ બધાં તો હવે વિદાય થયા. વિદ્યાલયના શ્રી કોરા પણ હવે થાક્યા છે. મેં પણ ૪૫ વર્ષ સંસ્થાઓમાં કામ કર્યું.
“આજે ગૃહપતિઓ, નિયામકો પ્રામાણિક, સેવાપ્રિય, ચારિત્રશીલ મળતા નથી. સંસ્થાના ઘડવૈયાઓ-મંત્રીઓને, કોણ જાણે તે વિષે વિચાર જ નથી આવતો. પાંચસો રૂપિયા પગાર આપતાં ય સારા ગૃહપતિઓ મળતા નથી. કેટલીક સંસ્થાઓ મને પુછાવે છે, પણ મેળવવા મુશ્કેલ છે. વિદ્યાર્થીઓની કડાકૂટમાં પડવા કોઈ તૈયાર નથી. સંસ્થાઓ પાંજરાપોળ ન બની જાય તે માટે વિચારવું પડશે જ.
“મને લાગે છે, કે શિબિરાર્થી, મેટ્રિકપાસ, તેજસ્વી અને બી.એ. થવા માટે જેમની આર્થિક શક્તિ ન હોય એવા, વધારે નહીં, તો ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓ ભાઈ કુમારપાળ (જાણીતા શિબિર-સંચાલક શ્રી કુમારપાળ વિ. શાહ) પસંદ કરી આપે. તે ચી. ન. વિદ્યાવિહાર કે ભાવનગર જૈન બૌર્ડિંગમાં રહી કોલેજમાં અભ્યાસ કરે. તે માટેના ખર્ચ – ભોજન, કૉલેજ-ફી વગેરે અપાય. પચાસ હજાર રૂપિયામાં આ યોજના શરૂ થઈ શકે. ટ્રસ્ટ કરાય. વિદ્યાર્થી બોન્ડ કરી આપે. રજામાં સંસ્થાઓમાં માત્ર નિરીક્ષણ માટે જાય. ચાર વર્ષ જૈન-ધર્મનો જનરલ નિત અભ્યાસ કરે. બને તો, એ દસેને શ્રી મનુભાઈ પંચોળી લોકભારતી-સણોસરામાં પંદર દિવસ ગૃહપતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org