________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪, ૫
છે. પણ એનો ઉપયોગ અમુક પ્રકારના સંસ્કાર ધરાવનારાઓ જ કરી શકે છે. એ અત્યારના યુવક-યુવતીઓ ઉપર પ્રભાવ ન પાડી શકે. જૂના વખતમાં કુંટુંબોમાં અરસપરસના સંસ્કારો પડતા હતા. એ વખતમાં જેવી ઢબનો ઉપદેશ કારગત થઈ શકતો હતો, એવો ઉપદેશ અત્યારે ઉપયોગી ન થઈ શકે; કારણ કે અત્યારે સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી રહેવા પામી !
“જો અભ્યાસક્રમ ઘડવામાં, એનાં પુસ્તકોની પસંદગીમાં ઉપર ગણાવેલી તેમ જ એવી જ બીજી બાબતો ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું, તો ધાર્મિક શિક્ષણ અત્યારે છે તેવું નિષ્પ્રાણ જ બની રહેશે અને એ નવી પેઢીને આકર્ષી નહીં શકે. જૈન સિદ્ધાંતો તો એવા બુદ્ધિગમ્ય છે કે નાસ્તિક પણ એમાં દોષ ન કાઢી શકે. પરંતુ આપણે આપણા અજ્ઞાનને કારણે એને એવું કઢંગું રૂપ આપી દીધું છે, કે જૈન કુળમાં જન્મેલી પેઢી પણ એનો સ્વીકાર કરવા તૈયાર નથી. આવી બધી બાબતો ગંભી૨૫ણે સમજવાની જરૂર છે.”
શ્રી ઘાડીવાલજીએ ધર્મોપદેશ અને ધાર્મિક અભ્યાસક્રમની બાબતમાં જે વિચારો દર્શાવ્યા તે ધ્યાનમાં લેવા જેવા તો છે જ; ઉપરાંત, એમાં દર્શાવવામાં આવેલી દૃષ્ટિ ધાર્મિક અભ્યાસક્રમ ઘડવામાં, એ માટેનાં પુસ્તકની પસંદગી કરવામાં અમુક અંશે ઉપયોગી તથા માર્ગદર્શક બને એવી પણ છે. છતાં અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિનું નિરૂપણ કરવાની સાથેસાથે જો તેઓએ અભ્યાસીઓની ત્રણ કે ચાર કક્ષાઓને ધ્યાનમાં રાખીને એમને અભ્યાસ કરાવવામાં ઉપયોગી થાય એવાં પુસ્તકોની યાદી પણ આપી હોત તો એ વિશેષ ઉપયોગી બની શકત.
૨૫૩
(૫) ધાર્મિક શિક્ષકો પ્રત્યેની આપણી ફરજ
મારે અહીં જે મુખ્ય વાત કહેવાની છે તે ધાર્મિક શિક્ષણની અત્યારની શોચનીય સ્થિતિ અંગે છે. આજે આપણી પાઠશાળાઓ વેરાન બનતી જાય છે; અને જાણે એનો કોઈ ધણી-ધોરી ન હોય એવી દશા થઈ ગઈ છે. વળી, આપણી ઊગતી પેઢીને એમાં રસ પણ પડતો નથી, અને એની જિજ્ઞાસાને સંતોષી શકે અને એમનામાં ધર્મભાવના
Jain Education International
(તા. ૨૫-૭-૧૯૭૦)
* અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ તરફથી શ્રી ૨. દી. દે.ના ‘ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક માટે સુવર્ણચંદ્રક અપાયો ત્યારે (તા. ૩૦-૧૧-૧૯૭૫ના રોજ) તેમણે રજૂ કરેલ વક્તવ્યમાંથી સં. પ્રસ્તુત વિષયને લગતો અંશ લેખના આરંભે અહીં રજૂ કર્યો છે.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org