________________
૨૬૬
જિનમાર્ગનું જતન હવે ભાઈશ્રી મગીઆ આ દિશામાં કેવો પ્રયત્ન કરી રહ્યા છે તે તેમના જ શબ્દોમાં વાંચીએ .
“લગભગ ૫-૬૦ વિદ્યાર્થીઓ આવે છે. કોઈ પણ જાતનું ઈનામ વહેંચવામાં આવતું નથી. મને લાગે છે કે જૈનશાળામાં ઇનામનું પ્રલોભન હોવું જોઈએ નહિ. જૈનશાળામાં આવતાં બાળકો ચોખ્ખાઈ જાળવે, સ્વચ્છ અને સાદાં કપડાં પહેરે, સાદો ખોરાક લે તેવું વલણ કેળવવા પ્રતિ પ્રયત્ન થઈ રહ્યો છે. દેશ-દેશાવરોના સમાચારો અમુક દૃષ્ટિએ આપવા. બધા ધર્મો પ્રતિ સમભાવ કેળવાય, નાતજાતના ભેદભાવો બાળકોમાં પ્રવેશે નહિ. નીરોગી શરીર એ પ્રાથમિક બાબત છે, ને તે માટે બાળકોને વ્યાયામ પ્રતિ રુચિ વધે તેવા પ્રયત્નો થાય છે, અને બાળકોને આમાં ખૂબ રસ પડી રહ્યો છે એમ મને લાગ્યું છે. આ બધાની સાથે ધાર્મિક શિક્ષણ પ્રતિ પણ ખાસ લક્ષ અપાય છે.
“આ રીતે જૈનશાળામાં બાળકો રસ લેતાં થાય અને જૈનશાળા બાળકોને વધુ ઉપયોગી બને તે માટે પ્રયોગો કરી રહ્યો છું.”
ભાઈશ્રી મગીઆએ ઉપર જે કંઈ ટૂંકમાં કહ્યું છે તે ઉપરથી ધાર્મિક શિક્ષણ એટલે તંદુરસ્તીથી માંડીને સ્વચ્છતા, સુઘડતા અને મનની ઉદારતા કેળવીને જીવનને સંસ્કારમય બનાવનારું શિક્ષણ એવી એમની ક્રિયાશીલ સમજ ઊપસી આવે છે.
ધાર્મિક શિક્ષણના આવા ઉચ્ચ આદર્શનો પ્રત્યક્ષ અખતરો કરવા બદલ ભાઈશ્રી મગીઓને અભિનંદન ઘટે છે.
જ્યારે પણ ધાર્મિક શિક્ષણમાં આવી સર્વગ્રાહી જીવનદૃષ્ટિને સ્વીકારવામાં આવશે, ત્યારે એ શિક્ષણ માનવીનું સાચા અર્થમાં ધાર્મિક ઘડતર કરીને આદર્શ નાગરિકો પેદા કરશે એ કહેવાની જરૂર નથી. આ સમજણનો વ્યાપક સ્વીકાર થવો ઘટે.
(તા. ૨૬-૧-૧૯૫૭).
(૮) એક આદર્શરૂપ પાઠશાળા
ધાર્મિક શિક્ષણ માટે આપણે ત્યાં ઘણી વિચારણા થતી રહે છે, અને ધાર્મિક પાઠશાળા કેવી હોવી જોઈએ અને એણે કેવી રીતે કામ કરવું જોઈએ એ અંગે પણ ઠીકઠીક ચર્ચા-વિચારણા થતી રહી છે. આવી સ્થિતિમાં “જેન શિક્ષણ-સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org