________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧૦
છતાં અમે ઉપર જે ઉપાય દર્શાવ્યો તેને અમે અંતિમ ઉપાય તરીકે નથી ગણતા. સંભવ છે વધુ વિચારણા કરતાં બીજાઓને બીજા પણ ઉપાયો સૂઝી આવે. એકંદરે આ નોંધનો મુખ્ય મુદ્દો તે વધુ સુવ્યવસ્થા શી રીતે સાધવી તે નહીં, પણ આવી સુવ્યવસ્થા ક૨વાની તાત્કાલિક જરૂર છે એ વાતનો આપણે સ્વીકાર કરીએ તે જ છે.
દરમ્યાન પાલીતાણાનો જૈનસંઘ ખાસ કરીને ત્યાંનું જૈન-પ્રગતિમંડળ — તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ બીજા કોઈ આગેવાન મહાનુભવો પાલીતાણા આવતા યાત્રાળુઓને પડતી ધર્મશાળા અંગેની હાડમારી દૂર કરવા માટે અને સાથેસાથે ધર્મશાળાના મુનીમ વગેરેનો ત્રાસ કે તેમની જોહુકમીને નાથવા માટે જે નાનામોટા પ્રયત્ન કરે છે તેની અમે પ્રશંસા કરીએ છીએ, અને તેમના કાર્યમાં વધુમાં વધુ સહકાર આપવાની સહુને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ.
૩૨૩
તાજેતરમાં પાલીતાણાના જૈન-પ્રગતિ-મંડળ અને કેટલાક યાત્રાળુ ભાઈઓ તરફથી ત્રણ પત્રિકાઓ દ્વારા આ પ્રશ્ન તરફ અને એમાં રહેલી મુશ્કેલી તરફ જૈનસંઘનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧૬-૪-૧૯૫૦)
www.jainelibrary.org