________________
૨૬૪
જિનમાર્ગનું જતન સામાયિકનું ધ્યેય એક છે, તેનો ભાવ એક છે, પરંતુ અલગ-અલગ ગચ્છમાં પદ્ધતિઓ અલગ-અલગ છે. તમને રુચે તેમ કરો.” આવી છૂટ આપવાનું પરિણામ કેવું આવકારપાત્ર આવ્યું તે અંગે તેઓ લખે
“પ્રારંભમાં સત્રના વર્ગોમાં ઘણી બહેનો સામાયિક લઈને બેસતી વખતે મુહપત્તી બાંધતી; કારણ, મેં આ બધી બહેનોને તેમના વિચારો મુજબ વર્તવાની છૂટ આપી હતી. તેથી ૮-૧૦ દિવસ પછી મોટા ભાગની બહેનો, બહુમતી વર્તન મુજબ, પોતાની ઇચ્છાનુસાર આરાધના તેમ જ અભ્યાસ કરતી થઈ ગઈ. આ બહેનો સામાયિકનું લક્ષ્ય શું છે તે સમજી ગયેલ. તેથી, પ્રમાદ ન સેવતાં જ્ઞાનધ્યાનમાં સમય પસાર કરતી. વળી બાહ્ય સ્થિતિની અપેક્ષાએ આંતરનિરીક્ષણમાં વિશેષ લક્ષ્ય અપાતું.”
સાંપ્રદાયિક સંકુચિતતા અને કદાગ્રહનું પરિણામ કેવું અનિચ્છનીય આવત અને અત્યારે એકતાની ભાવનાની કેટલી જરૂર છે, તે સમજાવતાં તેઓએ બિલકુલ સાચું જ કહ્યું છે –
મને ચોક્કસ ખાતરી છે, કે જો મેં આપણી રીતે ધર્મ-આરાધના કરવાનું કહ્યું હોત, તો કદાચ તે લોકો મારા આદેશ પ્રતિ વિરોધ બતાવત, જે મારા ધ્યેયને નુકસાન પહોંચાડત. સત્રના અંતે આ બધી બહેનો જાણે એક જ સંપ્રદાયની ન હોય તેમ લાગતી હતી. સંઘે વિસ્ત: 7 pો અર્થાત્ આ યુગમાં સંગઠન એ શક્તિ છે. સત્રના અનુભવ પછી મને આ સત્યની વિશેષ પ્રતીતિ થઈ.”
અંતમાં આ પ્રવૃત્તિનું પરિણામ કેવું સારું આવ્યું, તેનો એક પ્રસંગ નોંધતાં તેઓ કહે છે –
“આ સત્રમાં એક તેરાપંથી દીકરી, પણ દેરાવાસી કુટુંબની વહુ પણ દાખલ થઈ હતી. તે બહેનને દર્શન કરવાનો પણ કંટાળો આવતો, પણ મેં તેને દર્શન કરવા જવાનું દબાણ ન કર્યું. મેં સર્વ પ્રથમ ૮-૧૦ દિવસ આપણા તીર્થકર ભગવાનનું સ્વરૂપ, તેમના પ્રાતિહાર્યો (પ્રભાવો), તેમના અતિશયો અને તેમનો આપણા ઉપર અનન્ય ઉપકાર અંગે સમજાવ્યું. આથી તેમનો પૂજાતિશય સ્વાભાવિક રીતે સિદ્ધ થયો. ધીરેધીરે તેઓ દહેરાસરજી જતાં થયાં. પૂર્ણાહુતિ સમયે પોતાના શ્વસુરગૃહે ખૂબ જ આદરણીય બની ગયાં; કારણ, તેમને હવે દહેરાસર પ્રિય લાગતું હતું."
સાધકના જીવનમાં, શરૂઆતમાં, ભલે અમુક પ્રવૃત્તિને વ્યાપક અને વિશેષ કલ્યાણકારી બનાવવાની દૃષ્ટિએ પણ જ્યારે ઉદારતા, અનાગ્રહવૃત્તિ અને ધર્મની મોકળે મને જ પ્રભાવના કરવાની ભાવનાને સ્થાન મળે છે, ત્યારે એ સમગ્ર જીવનની બધી ક્રિયાઓને આવરી લે છે; અને તેથી સાધકની સાધના એના પોતાના માટે વિશેષ લાભકારક બનવાની સાથે વિશેષ લોકોપકારક પણ બને છે. સાધ્વીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org